________________
: -
4 F = થાય .
-
::
એ
*- * * :
ક
11:44 *
':
૧૬. પરિણમનની શક્તિ
માણસ જાગરણ સમયે અનેક પ્રવૃત્તિઓ કરે છે. તેની પ્રત્યેક પ્રવૃત્તિનું અલગ અલગ ચિત્ર બને છે. માનતુંગસૂરિ ધર્મોપદેશ આપતાં આદિનાથ ઋષભનું ચિત્ર રચી રહ્યા છે – જ્યારે આદિનાથ સમવસરણમાં બિરાજમાન થઈને ધર્મોપદેશ આપે છે ત્યારે તેમનું સ્વરૂપ કેવું હોય છે ? જ્યાં તીર્થકરો બેસે છે ત્યાં અશોકવૃક્ષ હોય છે, પરંતુ તે દરેક વખતે નથી હોતું. તે ધર્મોપદેશ વખતે હોય છે. આ જેટલાં પ્રતિહાર્ય બતાવવામાં આવ્યાં છે તે ઘણુંખરું ધર્મોપદેશ વખતે હોય છે. ધર્મોપદેશ વખતે દેવદુન્દુભિ થાય છે, દિવ્યધ્વનિ થાય છે. જો સદાય ભગવાન બોલે અને તે એક યોજન સુધી સંભળાય તો પછી તેઓ કોઈ ગુપ્ત વાત તો કરી જ ન શકે. કોઈના કાનમાં તો તેઓ કશું કહી જ ન શકે. મંત્રણા, ખાનગી વાત અથવા રહસ્યની વાત માટે કોઈ અવકાશ જ ન રહે. જો તમામ વાતો એક યોજન સુધી સંભાળવા લાગે તો ભારે મુશ્કેલી સર્જાય. રાત્રે કોઈકને કંઈક કહે અને તે પણ એક યોજન સુધી ફેલાય તો પછી સૌ કોઈની ઊંઘ ઊડી જાય. વ્યક્તિ માટે સુઈ જવાનું દુષ્કર બની રહે. આ દિવ્યધ્વનિ માત્ર ધર્મોપદેશ વખતે જ થાય છે. ધર્મપરિષદમાં તમામ પ્રકારની વ્યક્તિઓ હોય છે. જ્યારે ભગવાન ધર્મોપદેશ આપે છે ત્યારે તમામ લોકો તેને પોતપોતાના ભાષામાં સમજી લે છે.
દેવા દૈવી નરા નારી, શબરાશ્ચાપિ શાબરીમ્ |
તિર્યચોડપિ હ તૈરશ્ચિ, મનિટે ભગવગિરમ્ | ભગવાનના ઉપદેશને દેવતાઓ પોતાની ભાષામાં સમજી લે છે. દેવતાઓની ભાષા અલગ હોય છે. તેઓ ન તો હિન્દીમાં બોલે છે, ન ગુજરાતી, ન રાજસ્થાની કે ના અંગ્રેજીમાં બોલે છે. તેઓ જે માધ્યમમાંથી આવે છે ભાષા પણ એ જ બની જાય છે, પરંતુ જ્યારે ભગવાન બોલે છે ત્યારે તેમની વાણીને તેઓ પોતાની ભાષામાં સાંભળી લે છે. માણસ પોતાની ભાષામાં સમજી લે છે. ૧૨૦ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
પાર શકો છો .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org