________________
સાથે તાદામ્ય સ્થાપિત ન કરીએ, સમાપત્તિ ન કરીએ તો સ્તુતિનો અર્થ ઘટી જાય છે. જ્યારે કુંદાવદાત..............” એ શ્લોકનો પાઠ કરીએ ત્યારે કુંદનાં ફૂલો પણ નજર સામે આવી જાય, ઢોળાતો ચામર પણ નજર સામે દેખાય, મેરુના શિખર ઉપરથી પડતું શ્વેત જળનું ઝરણું પણ સામે આવી જાય – એવી સમાપત્તિ થઈ જાય તો સ્તુતિ કરનાર જ્યાં પહોંચવા ઇચ્છે છે ત્યાં સુવિધાપૂર્વક પહોંચી જાય છે. તે જે આરાધ્યની સાથે તાદાભ્યની અનુભૂતિ કરવા ઇચ્છે છે, તે આરાધ્ય સાથે તેને તાદામ્યની અનુભૂતિ થઈ જાય છે. ભક્તામરના માત્ર શ્લોકપાઠને ખોટો તો ન કહી શકાય, પરંતુ તેના થકી તે ઉપલબ્ધિ નથી થતી, કે જે સમાપત્તિ અથવા તાદાભ્યની અનુભૂતિ દ્વારા થાય છે. તર્કશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, ન હિ કપર્દિકામાત્રણ ધનવાન ઈત્યુચ્યતે વ્યક્તિ પાસે એક કપર્દિકા (કોડી) છે. કોડી કોઈ ધન નથી. તે પ્રાચીન સમયમાં સિક્કા રૂપે ચાલતી હતી. પરંતુ કપર્દિકા માત્ર હોવાથી કોઈ ધનવાન કહેવાતું નથી. તે જ રીતે માત્ર સ્તોત્રના પાઠ થકી કોઈ ભક્ત કહેવાશે નહિ. શબ્દ, શબ્દનો અર્થ, તાત્પર્યાર્થ અને તેની સાથે તાદાભ્યની અનુભૂતિ – જ્યાં આ બધું હોય છે ત્યાં સ્તુતિનું વાંછિત ફળ મળી શકે છે.
ભક્તામર મહત્ત્વપૂર્ણ સ્તોત્ર છે. એમ માનવામાં આવે છે કે જ્યારે માનતુંગે ભક્તામરની રચના કરી ત્યારે ચમત્કાર થઈ ગયો. બંધનો તૂટી ગયાં. એ ચમત્કાર માત્ર શબ્દોના ઉચ્ચારણ થકી થતો નથી. જ્યાં સુધી શબ્દની સાથે ભાવનાનો યોગ નથી થતો, તેના અર્થની સાથે તાદામ્ય નથી જોડાતું ત્યાં સુધી શક્તિનો વિસ્ફોટ નથી થતો. પાંચ તત્ત્વોનાં પાંચ જ ન માનવામાં આવે છે - ય વં ૨ હં. આ બીજમંત્રોમાં શક્તિ આવે છે ભાવના દ્વારા. ભાવના પુષ્ટ થાય છે ત્યારે આ મંત્રો શક્તિશાળી બની જાય છે. આ પરીક્ષિત તથ્ય છે. જો ભાવનાપૂર્વક “૨'નું એક હજાર વખત ઉચ્ચારણ કરવામાં આવે તો એક ડિગ્રી તાપમાન ચોક્કસ વધી જાય. જો ભાવનાપૂર્વક એક હજાર વખત “વંનું ઉચ્ચારણ કરવામાં આવે તો એક ડિગ્રી શીતળતા વધી જાય. ભાવનાની આ શક્તિનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. સ્તુતિકારે ભગવાનને જે સ્વરૂપે નિહાળ્યા છે, વાસ્તવમાં તે રૂપ ધ્યાન માટે ખૂબ ઉપયોગી છે. આ શ્લોકમાં આચાર્ય માનતુંગે જે વૈજ્ઞાનિક રીતે સ્તુતિ કરી છે, તેનું ઊંડાણપૂર્વક અનુશીલન કરીએ, પ્રયોગની ભૂમિકા ઉપર જીવીએ તો આ સ્તુતિનો મર્મ સમજી શકીશું, ઋષભ - સન્નિધિની ઉપલબ્ધિનો માર્ગ મોકળો બની જશે.
લો
બાબા રામ
રામ કates on
કઈ જ
ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org