________________
રીતે સમાઈ ગયેલા છે કે ક્યાંય કશો અવકાશ નથી. આપે દોષો માટે કોઈ ખાલી જગા રાખી નથી. જો થોડીક પણ જગા મળી હોત તો કદાચ દોષ પણ આવી જાત. તમામ ગુણોએ આપનો આશ્રય લઈ લીધો, તેથી દોષોને અવકાશ ન મળ્યો તેમાં આશ્ચર્ય શું?'
સ્તુતિકારે કાવ્યની ભાષામાં તેનું કારણ જણાવતાં કહ્યું – ગુણ અને દોષ વચ્ચે સ્પર્ધા થઈ. દોષને નિમંત્રણ આપનારા ઘણા લોકો મળ્યા. તેમણે કહ્યું કે, આવો, અમારી પાસે બેસો, અમારી અંદર સમાઈ જાવ. દોષોને એટલા બધા લોકોએ જગા આપી કે દોષોને અહંકાર થઈ ગયો. તેમણે વિચાર્યું કે અમારી માંગ ઘણી મોટી છે. સૌ કોઈ અમને બોલાવે છે. સૌ કોઈ અમને નિમંત્રણ પાઠવે છે. કોઈ અમારી ઉપેક્ષા કે અવહેલના કરતું નથી. અમને સર્વત્ર આશ્રય અને આલંબન મળી રહ્યાં છે. એવા ચિંતને તેમને ગર્વથી છલકાવી દીધા કે આખું જગત અમને મહત્ત્વ આપે છે. જો એકલા આદિનાથ અમને મહત્ત્વ ન આપે તો કાંઈ વાધો નહિ. સૌ કોઈ બોલાવે છે અને માત્ર એક જ વ્યક્તિ નથી બોલાવતી. તો અમારે શા માટે તેની પાસે જવું જોઈએ ? જ્યારે દોષોના મનમાં આવો ગર્વ આવી ગયો ત્યારે આપે તેમને બોલાવ્યા નહિ, સહારો કે આલંબન આપ્યાં નહિ. બીજી તરફ અહંકારથી ભરેલા દોષોએ નિશ્ચય કર્યો કે અમે આદિનાથ પાસે નહિ જઈએ. તેઓ આવ્યા નહિ અને આપે બોલાવ્યા નહિ. તેથી આપની પાસે માત્ર ગુણો જ રહ્યા. તેમાં આશ્ચર્ય શાનું? જો આપ દોષોને બોલાવત તો ગુણોને સમગ્ર સ્થાન મળ્યું ન હોત. થોડીક જગા દોષોને પણ મળી હોત. ગુણો અને દોષો વચ્ચે જગાની વહેંચણી થઈ ગઈ હોત, પરંતુ દોષોએ પોતાના અહંકારને કારણે આપનો આશ્રય ગુમાવ્યો.
પ્રસ્તુત કાવ્યમાં વિવિધ આશ્રયને બદલે વિબુધ આશ્રય એવો વૈકલ્પિક પાઠ પણ પ્રચલિત છે. તેનું તાત્પર્ય છે - મોટા મોટા આચાર્યોએ વિદ્વનોએ દોષોને સ્થાન આપ્યું. જે પ્રવર્તક કહેવાય છે તે પણ દોષોને આશ્રય આપનાર છે. આ વિબુધ આશ્રય તેમના ગર્વનું કારણ બની ગયો. તેમણે વિચાર્યું કે આટલા મોટા મોટા લોકો આપણને સ્થાન આપી રહ્યા છે. આપણું સ્વાગત કરી રહ્યા છે. તો પછી આપણે આદિનાથ પાસે શા માટે જઈએ ? આ ગર્વને કારણે તેઓ આપની પાસે આવવાનું ઇચ્છતા નથી. તેથી આપની પાસે માત્ર ગુણ જ ગુણ રહ્યા.
આ સ્તુતિમાં એક વક્રોક્તિ છે અથવા વ્યંજના છે, પરંતુ તે દ્વારા સ્તુતિકારે એક પથદર્શન કરાવ્યું છે – જે વ્યક્તિ સ્વચ્છતાની પસંદગી કરે છે તેની પાસે દોષો જતા નથી. દોષોને આશ્રય ત્યાં જ મળે છે, જ્યાં સ્વચ્છતા અને નિર્મળતા નથી.
1 ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org