________________
૧૪. પવિત્ર આભામંડળ
ગુણ અને દોષનું એક યુગલ હોય છે. ગુણી અને દોષી – બે પ્રકારના માણસો માનવામાં આવે છે. પરંતુ એવો કોઈ ગુણી માણસ નથી કે જેનામાં કોઈ જ દોષ ન હોય અને એવો કોઈ દોષી માણસ નથી કે જેનામાં કોઈ ગુણ ન હોય. પ્રત્યેક વ્યક્તિમાં ગુણ અને દોષ બંને જોવા મળે છે. દિવસ અને રાત ક્યારેય અલગ નથી હોતાં. દિવસ ઊગ્યો છે તો રાત તેના ગર્ભમાં છે જ. રાતનું અવતરણ થયું છે તો દિવસ તેના ગર્ભમાં છે જ. દિવસ અને રાત, ગુણ અને દોષ - બંનેને ક્યારેય અલગ પાડી શકાતાં નથી, પરંતુ કોઈ વ્યક્તિ એવી પણ હોય છે કે જેનામાં માત્ર ગુણ જ ગુણ હોય છે. દોષ બિલકુલ હોતો જ નથી. કોઈ પણ દોષી વ્યક્તિ એવી નથી હોતી કે જેનામાં માત્ર દોષ જ દોષ હોય, કોઈ જ ગુણ ન હોય. એમ સ્વીકારવામાં આંવ્યું કે ક્ષયોપશમની માત્રા પ્રત્યેક પ્રાણી માં હોય છે. કોઈ પણ એવું પ્રાણી નથી કે જેનામાં વિકાસની કોઈ સંભાવના ન હોય. તે એકેન્દ્રિય હોય, વનસ્પતિકાયિક નિગોદનો જીવ હોય, સૌ કોઈમાં વિકાસનો અવકાશ છે ક્ષયોપશમ છે તેથી આ જગતમાં માત્ર દોષી કોઈ નથી, માત્ર ગુણી અવશ્ય હોઈ શકે છે. આ રીતે ત્રણ કક્ષાઓ ફલિત થાય છે.
દોષપ્રધાન વ્યક્તિ ગુણપ્રધાન વ્યક્તિ માત્ર ગુણી વ્યક્તિ, જેનામાં કોઈ જ દોષ નથી.
જે દોષપ્રધાન છે તેનામાં ગુણ છે. જે ગુણપ્રધાન છે તેનામાં પણ દોષ હોય છે. માત્ર ગુણ એ અવસ્થામાં જ હોય છે જ્યારે મોહકર્મ સર્વથા ક્ષીણ થઈ જાય છે.
આ સમગ્ર દાર્શનિક સંદર્ભને ધ્યાનમાં રાખીને માનતુંગે કહ્યું, “હે પ્રભુ ! જેટલા ગુણો છે તમામ આપનામાં સમાયેલા છે. આપનામાં તે ગુણો એ
૧૦૪. ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org