________________
તરબૂચ ના આપી શકો? ખૂબ આજીજી-વિનંતી પછી તરબૂચવાળાએ એક સડેલું તરબૂચ તેને આપ્યું. તેને સડેલું તરબૂચ ખાવાની ઈચ્છા ન થઈ. અચાનક બતાયો'ને યાદ આવ્યું કે ગઈકાલે એક માણસે તેને એક ટકો આપ્યો હતો. તે એક ટકો તેની પાઘડીમાં ખોસેલો હતો. “બતાયો'એ તરત જ તે ટકો કાઢ્યો. પાછો દુકાન ઉપર ગયો. પછી બોલ્યો કે એક ટકાનું તરબૂચ આપો. તરબૂચવાળાએ તરત એક મીઠું તરબૂચ એને આપ્યું. “બતાયોએ કંઈક વિચારતાં-વિચારતાં તેને કહ્યું કે, “હે ભગવાન ! તારા નામ ઉપર એક સડેલું તરબૂચ મળ્યું અને એક ટકાના નામ ઉપર સારું અને મીઠું તરબૂચ મળ્યું. અરે ! આ શું ! ટકાની કિંમત અલ્લાહ કરતાં પણ વિશેષ છે ? જેના મનમાં ટકાની કિંમત વિશેષ છે તે અલ્લાહ સાથે ક્યારેય સંબંધ સ્થાપી શકતો નથી.”
જ્યારે સમસ્યા આવે છે ત્યારે માણસ અન્તર્લૅન્દ્રમાં અટવાઈ જાય છે, ત્યારે તે પરમસત્તાની સાથે સંબંધ સ્થાપિત કરવાનું ઇચ્છે છે. આચાર્ય માનતુંગના મનમાં પણ અન્તર્હદ્ધ ચાલી રહ્યું છે. તેઓ કહે છે કે, આપની સ્તુતિ કરવા માટે હું સમર્થ નથી, તો આપ જ બતાવો કે કોણ સમર્થ છે, જેની પાસે જઈને સ્તુતિ કરવાની કલા હું શીખું ? પ્રભુ ! મેં દૂર સુધી દૃષ્ટિ ફેરવી જોયું, આ મૃત્યુલોકમાં જ નહિ, અમૃત્યુલોકમાં પણ કોઈ દેવ અથવા દેવગુરુ બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવા માટે સમર્થ નથી. જ્યારે સૌકોઈ આપની સ્તુતિ કરવા માટે અક્ષમ છે ત્યારે હું મારી અક્ષમતાનાં ગીત શી રીતે ગાઉં ?
માનતુંગ સ્વસ્થ થયા. તેમણે મનોમન વિચાર્યું કે “મારામાં જેટલી ક્ષમતા છે, તેનો ઉપયોગ મારે કરવો છે.” આ સંકલ્પની સાથે અન્તર્તનદ્ધ વિલીન થઈ ગયું અને સ્તુતિનો પ્રવાહ અવિરત બની ગયો.
૨૬. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ
શ . sir, યાર કી એક લીક માટે
તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org