________________
૩. બુદ્ધિ અને સંવેગનો સમન્વય
આચાર્ય માનતુંગે પોતાને બુદ્ધિની કસોટી ઉપર કસીને પોતાનો પરાજય સ્વીકારી લીધો. તેઓ આ કાર્ય માટે પોતાને સંપૂર્ણ અસમર્થ સમજવા લાગ્યા. વ્યક્તિ જ્યારે બુદ્ધિને જ સર્વસ્વ સમજી લે છે ત્યારે તેણે પરાજિત થવું પડે છે. તેનું કારણ એ છે કે વ્યક્તિ માત્ર બુદ્ધિ દ્વારા સંચાલિત નથી હોતી. જીવનને સંચાલિત કરનાર તત્ત્વો બે છે – બુદ્ધિ અને સંવેગ. આપણા સંવેગો જીવનને વિશેષ પ્રભાવિત કરે છે. તેથી ઘણી વખત એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે આટલી બધી બુદ્ધિશાળી વ્યક્તિ હોવા છતાં તેણે આવું કામ શા માટે કર્યું? આપણે એ સત્ય ભૂલી જઈએ છીએ કે સંવેગોની પ્રબળતા બુદ્ધિને મંદ બનાવી મૂકે છે.
માનતુંગ જ્યાં સુધી બુદ્ધિના પરિપ્રેક્ષ્યમાં જોતા હતાં ત્યાં સુધી તેમને એમ લાગ્યું કે હવે આ સ્તુતિના ઉપક્રમથી ખસી જવું જોઈએ. પરંતુ જ્યારે સંવેગોનું પાસું પ્રબળ બન્યું, ત્યારે ચિંતનનો પ્રવાહ બદલાઈ ગયો. માનતુંગ બોલ્યા -
સોહં તથાપિ તવ ભક્તિવશાત્ મુનીશ ! કતું સ્તવં વિગતશક્તિરપિ પ્રવૃત્તઃ | પ્રીત્યાત્મવીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર,
નાભેતિ કિં નિજશિશોઃ પરિપાલનાર્થમ્ / મારી બુદ્ધિ અલ્પ છે. તે શ્રુતસંપન્ન વ્યક્તિઓ માટે પરિહાસનું પાત્ર પણ બની શકે છે, પરંતુ ભક્તિ મારામાં કોઈનાથી ઓછી નથી. તેથી હું આપની સ્તુતિ કરીશ.” ભક્તિનો સંવેગ એવો પ્રબળ બન્યો કે તેમના માટે બુદ્ધિની વાત ગૌણ બની ગઈ. બુદ્ધિ પ્રબળ બને છે ત્યારે શ્રદ્ધા નબળી પડે છે. શ્રદ્ધા અને ભક્તિનો સંવેગ પ્રબળ બને છે ત્યારે બુદ્ધિ ગૌણ બની જાય છે. તે એક ખૂણામાં સંકોચાઈને બેસી જાય છે. ભક્તિ-સંવેગથી અનુપ્રાણિત માનતુંગે કહ્યું કે મારા પછી એ શ્રી પારડી : માહ જા જા ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org