________________
મરુદેવા માતાને હાથીની અંબાડી ઉપર મૂકીને આવ્યો છું. આપને એમ કહેવા આવ્યો છું કે આપની માતા મરુદેવા કેવો વિલાપ કરી રહી છે ! કેવાં શોક અને દુઃખ અનુભવી રહી છે ! આપની કેટલી બધી ચિંતા કરી રહી છે કે મારો ઋષભ ક્યાં હશે ? તે શું કરતો હશે ? તેને કોણ ખવડાવતું હશે ? તેને કોણ પિવડાવતું હશે ? તે સુખમાં હશે કે દુઃખમાં ? આજે આપનો સુખસંવાદ મળ્યો. માતા મરુદેવા આપનો સાક્ષાત્કાર કરવા માટે મારી સાથે આવ્યાં છે. હું આપને એ સમાચાર આપવા આવ્યો છું અને આપ કહો છો કે મરુદેવા સિદ્ધ થઈ ગઈ ? ઋષભે પુનઃ સહજ સ્વરમાં કહ્યું, ભરત ! મરુદેવા સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ ગયાં. ભરત તરત જ પાછો વળ્યો. તેણે જોયું તો મરુદેવા ખરેખર સિદ્ધ બની ગયાં હતાં. આવી માતા ક્યાં મળે ? દુલર્ભ છે આવી માતાની ઉપલબ્ધિ ! કદાચ એ જ ઘટનાઓને ધ્યાનમાં રાખીને માનતુંગે કહ્યું કે તમારી માતાએ જેવો પુત્ર પેદા કર્યો તેવો અન્ય કોઈ માતાએ નથી કર્યો.
-
ભાગવતના આઠમા સ્કંધમાં જ્યાં ઋષભનું વર્ણન છે ત્યાં કહ્યું છે કે નાભિ અને મરુદેવા દ્વારા આઠમા મનુ પેદા થયા, જેમના પગ વિશાળ હતા. ઋષભની વિશેષતા બતાવતાં કહેવામાં આવ્યું કે ઋષભ તમામ આશ્રમો દ્વારા નમસ્કૃત હતા – સર્વાશ્રમનસ્કૃતઃ. એક ધર્મ અથવા એક સંપ્રદાય દ્વારા જ નહિ, પરંતુ તમામ ધર્મો અને તમામ સંપ્રદાયો દ્વારા તેઓ વંદનીય હતા. એ વિશેષ વાત છે કે ઋષભ સર્વમાન્ય રહ્યા. જૈન તીર્થંકરોમાં ત્રણ તીર્થંકરો એવા થયા કે જેમનો પ્રભાવ ખૂબ વ્યાપક રહ્યો. તેઓ માત્ર જૈન દર્શનમાં જ નહિ, અન્ય દર્શનોમાં પણ પ્રતિષ્ઠિત થયા. તેમાં એક તીર્થંકર છે ૠષભ. વર્તમાનમાં મધ્ય એશિયા, મગધ, સિંધ વગેરે પ્રાંતોમાં જ્યાં ખોદાણકામ થયું ત્યાં અનેક મૂર્તિઓ મળી. તેમાં ઋષભની મૂર્તિઓ ઘણી મળી છે. એ વિષય ઉપર વિદ્વાનોએ ઘણું કામ કર્યું છે કે ઋષભનું વ્યક્તિત્વ કેવું વ્યાપક અને સર્વમાન્ય હતું. આજે પણ અનેક ભાષાઓમાં ઋષભનું નામ પ્રચલિત છે – ક્યાંક રષભના નામે અને ક્યાંય ઋષભના નામે આજે પણ ઋષભની પ્રતિષ્ઠા છે. ઋષભનાં વિવિધ રૂપ મળે છે. બીજા તીર્થંકર પાર્શ્વનાથ છે. તુલસી દાસે રામચિરત માનસમાં પાર્શ્વને વંદના કરી છે, મહાવીરની વંદના નથી કરી. ત્રીજા તીર્થંકર છે – નેમિનાથ. નાથ સંપ્રદાયમાં આદિનાથ, પાર્શ્વનાથ અને નેમિનાથ આ ત્રણેયનો ઉલ્લેખ છે. અન્ય સાહિત્યમાં પણ આ ત્રણેયની વ્યાપક ચર્ચા જોવા મળે છે. ભગવાન ઋષભનું વર્ણન તો પ્રાયઃ પુરાણોમાં મળે છે. એ વાત અનેક જગાએ કહેવામાં આવી છે કે ઋષભને માત્ર જૈન મતના અનુયાયી જ નહિ, તમામ ધર્મના અનુયાયી માનતા હતા. એવા સર્વમાન્ય પુત્રને જન્મ માતા મરુદેવાએ આપ્યો. માનતુંગ તેથી જ કહે છે કે હજારો સ્ત્રીબો પુત્રને જન્મ તો આપે છે, પરંતુ માતા મરુદેવાએ જેવા પુત્રને જન્મ આપ્યો એવા પુત્રને જન્મ કોઈએ નથી આપ્યો. ૮૨ ॥ ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org