________________
સુખ અને શાંતિનું જીવન જીવી શકતા નથી, જેમની પાસે શ્રદ્ધાનું ધન નથી, આત્મવિશ્વાસ નથી. જેમની પાસે શ્રદ્ધાનું બળ હોય, પ્રકૃષ્ટ આત્મવિશ્વાસ હોય તે ક્યારેય ગમે તેવા સંજોગોમાં પણ ગભરાતો નથી.
બીજો પ્રશ્ન હતો - સૌથી શ્રેષ્ઠ રસ કયો છે ? રસ શબ્દ સાંભળતાં જ વ્યક્તિનું ધ્યાન મનોજ્ઞ પદાર્થો ઉપર પહોંચી જાય છે. મોઢામાંથી લાળ ટપકવા લાગે છે. બુદ્ધે કહ્યું કે, શ્રેષ્ઠ રસ છે – સત્યનો રસ.
સત્ય જગતનો સૌથી મોટો રસ છે. જેને સત્ય પ્રત્યે નિષ્ઠા જાગી તે બાહ્ય-ભૌતિક રસોમાં ક્યારેય અટવાતો નથી. તેને માટે તમામ રસ નીરસ બની જાય છે. જે વ્યક્તિમાં સત્ય પ્રત્યે આકર્ષણ પેદા થઈ જાય છે તે હજારો કષ્ટો અને મુશ્કેલીઓ સહન કરી લેશે છતાં એક ક્ષણ માટે પણ દુઃખી નહિ થાય. જીવનને રસમય બનાવનાર, ભાવનાઓને પવિત્ર બનાવનાર તત્ત્વ છે – સત્ય. બુદ્ધના ઉત્તરથી યક્ષ શાંત અને સંતુષ્ટ બની ગયો.
-
શ્રદ્ધાનું બળ બહુ મોટું બળ હોય છે. શ્રદ્ધાના આવેશમાં એમ કહી દઈએ કે આમ થઈ શકે છે તો તે થઈ પણ શકે છે પરંતુ માનતુંગસૂરિએ જે કહ્યું તેની કસોટી પણ કરીએ. શું માત્ર એ શ્રદ્ધાનો સ્વર છે કે એમાં સચ્ચાઈ પણ છે ? આ કાવ્યમાં બંને પ્રતીત થાય છે – શ્રદ્ધા પણ છે અને શ્રદ્ધાની સાથે સચ્ચાઈ પણ છે. સચ્ચાઈ એ છે કે બુદ્ધિબળ દ્વારા મોટા યુદ્ધને ટાળી શકાય છે તો શ્રદ્ધા દ્વારા કેમ ન ટાળી શકાય ?
જૈન ઇતિહાસની એક ઘટના છે. રાજા ચંડપ્રદ્યોત કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કર્યા વગર સેના સાથે આવી પહોંચ્યો. સંધ્યા વખતે રાજગૃહની ચારે તરફ ઘેરો ઘાલી દીધો. તેનો ઉદ્દેશ રાજા શ્રેણિકને જીતવાનો હતો. ઓચિંતો શત્રુસેનાએ ઘેરો ઘાલ્યો હોવાનું જાણીને રાજા શ્રેણિક ચિંતામાં પડી ગયો.
તેણે વિચાર્યું કે હવે શું થશે ? કોઈ ઉપાય નથી, કશી તૈયારી નથી. નગરનાં દ્વાર કેટલો વખત બંધ રહેશે ? ચિંતાકુળ રાજા શ્રેણિકે તરત જ મહામંત્રી અભયકુમારને બોલાવ્યા. અભયકુમારે રાજા શ્રેણિકનું અભિવાદન કર્યું. રાજા શ્રેણિક બોલ્યા, ‘અભયકુમા૨ શું તમે સૂઈ રહ્યા છો ?’
‘ના, મહારાજ !'
તમને ખબર છે કે શું થવાનું છે ?’
‘હા, મહારાજ !'
ચંડપ્રદ્યોતે સદલ-બલ ઘેરો ઘાલ્યો છે. હવે શું થશે ?’ ‘આપ ચિંતા ન કરો, કશું જ નહિ થાય.' ‘અભયકુમાર ! સામે બહુ મોટું જોખમ છે.’
Jain Education International
ભકતામર : અંતસ્તલનો સ્પર્શ = ૧૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org