________________
વ્યક્તિનું કશું જ અનિષ્ટ કરી શકતી નથી. કાવ્યમાં વર્ણન સમય-સાપેક્ષ હોય છે. કોઈ પણ કવિ જ્યારે વર્ણન કરે છે ત્યારે પોતાના સમયની વસ્તુઓનું વર્ણન કરે છે. આજે કોઈ સ્તુતિકાવ્ય લખે અને યુદ્ધનું વર્ણન કરે તો તેમાં અશ્વ અને ગજનો ઉલ્લેખ નહિ કરે. વર્તમાન કાવ્યમાં મિસાઈલ, પ્રક્ષેપાસ્ત્ર, રોકેટ, ટેન્ક, બખરબંધ ગાડી વગેરેનું વર્ણન તેમાં હશે. કવિ લખશે કે ભયાનક સંહારક પ્રક્ષેપાસ્ત્રો અને અણુશસ્ત્રોથી સજ્જ સેના પણ શાંત થઈ જાય છે. કવિનો પોતાનો સમય હોય છે. દરેક વાત દેશ-કાળ સાપેક્ષ હોય છે. આજે યુદ્ધનાં સાધનો છે – ટેન્ક, પ્રક્ષેપાસ્ત્ર, અણુ, અસ્ત્ર વગેરે. તે યુગમાં યુદ્ધનું સાધન હતું ચતુરંગિણી સેના.
- સ્તુતિકારે લખ્યું કે બળવાન રાજાની સેના – જે અશ્વ અને ગજના ભીમનાદથી શક્તિશાળી જણાતી હતી તે પણ પલાયન કરી જાય છે. એક ઉપમા દ્વારા આ તથ્યની પુષ્ટિ કરતાં માનતુંગ કહે છે કે જેવી રીતે ઊગતા સૂરજનાં કિરણોની શિખા અંધકારને વીંધી નાખે છે, તેને નષ્ટ કરી દે છે, તેવી જ રીતે આપની સાથે તાદાભ્ય સ્થાપનાર માણસ આપનું કીર્તન કરીને બળવાન રાજાના બળને વીંધી નાખે છે.
વલ્બતુરંગગજગર્જિતભીમનાદમાજો બલ બલવતામપિ ભૂપતીનામું /
ઉદ્યદિવાકરમણૂખશિખાપવિદ્ધ,
તંતકીર્તનાત તમ ઈવાશુ ભિદામુપૈતિ / સર્પભય-નિવારણની વાત બુદ્ધિગમ્ય બની જાય છે, પરંતુ યુદ્ધરત રાજાના બળને છિન્નભિન્ન કરી મૂકવાની વાત બુદ્ધિગમ્ય નથી બનતી. શું એક સ્તુતિમાત્ર થકી આટલું બધું ભયંકર યુદ્ધ સમાપ્ત થઈ જાય ખરું? શું સૌ કોઈ પલાયન થઈ જાય ખરા ? આ અર્થવાદ અને અતિશયોક્તિ નથી. આ શ્રદ્ધાસાપેક્ષ કથન છે. એમ લાગે છે કે સ્તુતિકારે શ્રદ્ધાના આવેગમાં કહી દીધું કે આપની સ્તુતિ થકી ભયાનક યુદ્ધ સમાપ્ત થઈ જાય છે અથવા યોદ્ધાઓ પલાયન કરી જાય છે. શું શ્રદ્ધાના બળે આમ થઈ શકે ખરું?
ગૌતમ બુદ્ધ ધ્યાનમાં ઊભા હતા. આલ્વકાક્ષ આવ્યો. પુછુયું, બોલો, કયું ધન સૌથી શ્રેષ્ઠ છે? કયો રસ સર્વશ્રેષ્ઠ છે ? જો સાચો ઉત્તર નહિ આપો તો મારી નાખીશ. બુદ્ધે કહ્યું, ઉત્તર ન આપું તો પણ તું મને નહિ મારી શકે. છતાં હું તારા પ્રશ્નનો ઉત્તર અવશ્ય આપીશ. તેમણે કહ્યું, શ્રેષ્ઠ ધન છે – શ્રદ્ધાનું ધન.
જેનામાં શ્રદ્ધા નથી હોતી તે ખરેખર દરિદ્ર હોય છે. જેની પાસે ધન ખૂબ છે, પરંતુ શ્રદ્ધા અને આત્મવિશ્વાસ નથી તેવા લોકો ઘણાં દુઃખો ભોગવે છે. આપણે એવા સમ્પન્ન લોકોને બાળકની જેમ રડતા જોયા છે. તે લોકો ક્યારેય ૧૪૬ ભક્તામરઃ અંતસ્તલનો સ્પર્શ
ના ડાકલા માથા રોક લગાવી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org