________________
‘આપ નિશ્ચિંત રહો. સવારે બધું જ બરાબર થઈ જશે.’
અભયકુમારે બુદ્ધિનો પ્રયોગ કર્યો. બુદ્ધિ કામધેનુ હોય છે – શુદ્ધા હિ બુદ્ધિ કિલ કામધેનુઃ - તેના દ્વારા મનચાહ્યું ફળ મળી શકે છે, અભયકુમારે બુદ્ધિનો એવો પ્રયોગ કર્યો કે ચંડપ્રદ્યોતે સૂર્યોદય પૂર્વે જ પોતાના રાજ્ય તરફ કૂચ શરૂ કરી દીધી. સવારે સૂર્ય ઊગ્યો, સેનાના જવાનો જાગ્યા. લડાઈ માટે તૈયારી કરવા લાગ્યા. અચાનક સમાચાર મળ્યા કે ચંડપ્રદ્યોત પોતાના રાજ્ય તરફ પલાયન કરી ગયો છે. સેનાના અધિકારીઓએ વિચાર્યું કે જ્યારે સ્વામી પોતે જ પલાયન કરી ગયા હોય તો અમે કોની સાથે લડીએ ? કોના નેતૃત્વ અને આદેશ પ્રમાણે લડીએ ? સૂર્યોદયની સાથે સાથે સેનાએ પણ પોતાના રાજ્યની દિશામાં પ્રસ્થાન શરૂ કર્યું.
સવારે રાજા શ્રેણિક એ સાંભળીને સુખદ આશ્ચર્યમાં ગરકાવ બન્યા કે ચંડપ્રદ્યોત સૈન્યબળ સહિત રાજગૃહ ઉપર આક્રમણ કર્યા વગર જ પાછો વળી ગયો છે.
અભયકુમારના બુદ્ધિચાતુર્યથી યુદ્ધનું જોખમ ટળી ગયું. અભયકુમારે રાજા ચંડપ્રદ્યોત પાસે વિશેષ દૂત દ્વારા સમાચાર પાઠવ્યા, ‘રાજન્ ! આપના સૈન્ય અધિકારી ધનના લોભમાં આવતી કાલે આપને બંદી બનાવીને રાજા શ્રેણિક સામે ખડા કરશે. સુવર્ણની ચમકતી મહોરોએ તેમના વિવેકને ગાળી નાખ્યો છે. તેનું સાક્ષ્ય એ છે કે સેના અધિકારીઓના તંબૂઓની નીચે લાખો સુવર્ણ મુદ્રાઓ અત્યારે છુપાવવામાં આવી છે. જો આપ આપની કુશળતા ઇચ્છતા હો, સંભવિત અપમાન અને પરાજયથી બચવા માગતા હો તો રાજ્ય તરફ પાછા વળી જાવ. એમાં જ આપનું હિત છે.’ સમાચારની આ ભાષાએ ચંડપ્રદ્યોતને વિચલિત કરી મૂક્યો. સંદેહની એક ચિનગારી જગાડી દીધી અને તે પલાયનનું કારણ બની ગઈ.
બુદ્ધિ દ્વારા જ્યારે સેનાને ભગાડી શકાતી હોય ત્યારે શ્રદ્ધા દ્વારા એવું કેમ ન થઈ શકે ? પ્રખર બુદ્ધિ જેટલું કામ કરે છે એટલું કામ સામાન્ય બુદ્ધિથી શક્ય નથી બનતું. શ્રદ્ધાનો પણ પ્રકર્ષ થવો જોઈએ. સામાન્ય બુદ્ધિ અને સામાન્ય શ્રદ્ધા દ્વારા અસાધારણ પરિણામની આશા રાખી શકાય નહિ. શ્રદ્ધા ફળતી નથી, કશુંક મળતું નથી ત્યારે લોકો એમ કહે છે કે – જુઓ, અમે કેટલી બધી શ્રદ્ધા રાખી છતાં કંઈ ફળ ન મળ્યું. તેમના પ્રત્યે શ્રદ્ધા રાખવાથી શો ફાયદો ? હકીકતમાં તે શ્રદ્ધા પ્રગાઢ નથી. અહીં તહીં ડગ્યા કરતી શ્રદ્ધાનું કોઈ ખાસ અસ્તિત્વ નથી હોતું. જ્યાં શ્રદ્ધાનો ઉત્કર્ષ થાય છે, ચરમબિંદુ આવે છે ત્યારે અઘટિત ઘટનાઓ ઘટવા લાગે છે, અશક્ય લાગતી વાત પણ શક્ય બની જાય છે, પરંતુ તે ઉત્કર્ષનું બિંદુ આવવું જોઈએ, રસાયણ પેદા થવું જોઈએ. જ્યાં સુધી ૧૪૮ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org