________________
રહ્યા છે. તેમને અનેકાન્તનું દર્શન જ સર્વાગીણ દર્શન લાગે છે, અન્ય એકાંગી દર્શનોમાં તેઓ અનેકાન્ત જેવી ચમક નિહાળતા નથી.
આ બંને શ્લોકોમાં આચાર્યે ધ્યાન અને તેની જ્યોતિની સ્તવના કરી છે. જ્ઞાનના વિકાસ માટે પ્રકાશની સાધના અત્યંત આવશ્યક હોય છે. સૂર્ય સમક્ષ ઊભા રહીને આતાપના લેવામાં આવે છે. જૈન આગમ સાહિત્યમાં આ વિશે એક આખું પ્રકરણ છે કે કેવી રીતે સૂર્ય સમક્ષ ઊભા રહીને આતાપના લેવી જોઈએ. આ રીતે પ્રકાશની સાધના કરનારાઓની અંતઃચેતના જાગી જાય છે. ત્રાટક પદ્ધતિનું પ્રચલન આના આધારે જ થયું હતું. હકીકતમાં નવ શ્લોકોનો આ કુલક (બારથી વીસ) અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એમ તો ભક્તામરના પ્રત્યેક શ્લોક સાથે મંત્રો જોડાયેલા છે, પરંતુ આ નવ શ્લોકો જ્ઞાન-વિકાસની દૃષ્ટિએ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. તેમની સાધના અને આરાધના દ્વારા દુર્લભ જ્ઞાનરાશિનો સ્રોત ઉદ્ઘાટિત થઈ શકે છે.
૬. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
કરી
. કાર
આકરા પ્રકાશિત કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org