________________
કિંમત સાંભળતાં જ તે લોકો થોડીક વાર ચૂપ થઈ ગયા. તે વખતે પાંચ હજાર રૂપિયા આજના પચાસ હજાર કરતાં પણ વધારે ગણાતા. લોકોએ પૂછુયું, આટલું બધું મૂલ્યવાન પશુ શા કામમાં આવે છે ?
સવારી કરવા માટે.' શું તે ઊન આપે છે ?” ના, તે ઊન તો નથી આપતું.” “તો શું તે દૂધ આપે છે ?' ના, તે દૂધ પણ નથી આપતું.”
તો પછી આવું પશુ શા કામનું કે જે ન ઊન આપતું હોય કે ન દૂધ આપતું હોય. એના કરતાં તો ઘેટું સારું. જે દૂધ અને ઊન બંને આપે છે. અમે આ પશુના પાંચ હજાર તો શું, પાંચ કોડી પણ નહિ આપીએ.”
મૂલ્યાંકનનો પોતપોતાનો દૃષ્ટિકોણ હોય છે. જ્યાં ઊન અને દૂધનો પ્રશ્ન હોય ત્યાં હાથીનું કોઈ મૂલ્ય નથી. જ્યાં સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં હાથીનું સર્વાધિક મૂલ્ય છે. સમસ્યા એ છે કે જે હાથી સુરક્ષાનું આશ્વાસન બને છે, તે જ હાથી વિનાશનું કારણ પણ બની જાય છે. પ્રાચીન યુગમાં હાથી જ્યારે બેકાબૂ બનીને તબાહી મચાવતા હતા ત્યારે તેમના માટે વૃક્ષો અને માણસોને ધરાશાયી કરવાનું તણખલા જેવું થતું હતું. નગરમાં જ્યારે જ્યારે આવી ભયાનક સ્થિતિ પેદા થતી ત્યારે ત્યારે લોકો એમ વિચારતા કે આપણે કોઈ એવા મંત્રનો જાપ કરીએ કે જેથી હાથીનો ભય ન રહે.
ભક્તામરના આ ચોત્રીસમા શ્લોકનું નામ જ “ગજભય-નિવારણ સ્તવન' છે. મંત્રવિદ્ આચાર્યોએ ભક્તામરના શ્લોકોની સાથે મંત્રો લખ્યા, પરંતુ આ શ્લોકની સાથે કોઈ મંત્ર નથી લખ્યો. તેમણે કહ્યું કે આ શ્લોક પોતે જ મંત્ર છે. તેની સાથે કોઈ અન્ય મંત્રની જરૂર નથી. જ્યાં જ્યાં હાથીના ભયનો પ્રસંગ આવે ત્યાં ત્યાં આ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી ભય પોતે વિલીન થઈ જશે.
ચ્યોમદાવિલવિલોલકપોલમૂલમત્તભ્રમદ્ ભમરનાદવિવૃદ્ધકોપમ્
એરાવતાભભિમુદ્ધતમાપતત્ત,
દેવા ભય ભવતિનો ભવદાશ્રિતાનામ્ // સ્તુતિકારે લખ્યું – આપની સ્તવના કરનાર વ્યક્તિ હાથીના ભયથી મુક્ત બની જાય છે. કોઈ સામાન્ય હાથીના ભયથી નહિ, ઐરાવત હાથીના ભયથી મુક્ત બની જાય છે. ઈન્દ્રના હાથીનું નામ છે ઐરાવત. તે હાથી કેવો હોય છે ? આ પ્રશ્ન વ્યક્ત કરતાં માનતુંગે કહ્યું કે તે હાથી ઉદ્ધત છે, અવિનીત ૧૩૨ ભકતામરઃ અંતસ્તલનો સ્પર્શ શ . જs " જાણ થતા જ કોઈ પણ કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org