________________
નમસ્કાર મહામંત્રનો જાપ કરતાં રહ્યાં. મંત્રજાપનાં પ્રકંપનો તે હાથી સુધી પહોંચ્યાં. ભીમકાય હાથીએ પોતાનો માર્ગ બદલી નાખ્યો. સાધ્વીઓ નિબંધ આગળ વધી ગઈ.
વર્તમાન યુગમાં હાથી જંગલો અને અભયારણ્યોમાં રહી ગયા છે. પ્રાચીન સમયમાં હાથી નગરો માટે મોટી સમસ્યા બની ગયા હતા. રાજાઓની ગજશાળામાં અત્યંત શક્તિશાળી હાથી રહેતા હતા. એવું વર્ણન અનેક સ્થળે જોવા મળે છે કે રાજહાથી મદોન્મત બની ગયો. તેણે સઘળાં બંધનો તોડીને નગરમાં તબાહી મચાવી દીધી. સમગ્ર નગરમાં હાહાકાર મચી ગયો. જે કોઈ સામે આવ્યું તેને તેણે કચડી નાખ્યું. ભયાતુર લોકો ઘરના દરવાજા બંધ કરીને છત ઉપર ચડી ગયા. તે મદોન્મત હાથીને શાંત કરવાનું, તેને વશમાં કરવાનું ખૂબ મુશ્કેલ બનતું. આ સમસ્યાથી વિશેષ ચિંતા સુરક્ષાની હતી તેથી રાજા અન્ય મોટામોટા સામત્ત હાથી રાખતા હતા. હાથી વગર સમુચિત સુરક્ષા થઈ શકતી નહિ. તે વખતે જે કિલ્લાઓ હતા, દુર્ગ હતા, નગરની ચારે તરફ કોટ હતા તેમના દરવાજા વિશાળ અને લોખંડના હતા. તે દરવાજાઓ તોડવાનું કામ હાથીઓ સિવાય અન્ય કોઈના વશમાં નહોતું. તે મદોન્મત હાથી ધક્કા મારી મારીને એ દરવાજાઓ તોડી નાખતા હતા. શત્રુઓને છિન્નભિન્ન કરી દેતા હતા.
તે યુગમાં ચાર પ્રકારની સેનાઓ હતી – ગજસેના, અશ્વસેના, રથસેના અને પાયસેના. તેમાં ગજસેના સૌથી શક્તિશાળી માનવામાં આવતી. આજના યુગમાં જેવી રીતે ટેન્ક અથવા મિસાઈલ શત્રુસેના સામે ખડાં કરવામાં આવે છે તે રીતે એ વખતે હાથીઓની સેના માર્ગને રોકી દેતી હતી. આજે જે મહત્ત્વ ટેન્કનું છે, મિસાઈલનું છે તે મહત્ત્વ એ વખતે હાથીનું હતું. આજના યુગની ટેન્કમિસાઈલ અચેતન છે, તે યુગમાં હાથી સચેતન ટેન્ક ગણાતી. હાથીનું આટલું બધું મહત્ત્વ અને મૂલ્ય હતું – સુરક્ષાની દૃષ્ટિએ. સામાન્ય માણસ તેની આ વિશેષતાનું મૂલ્યાંકન કરી શકતો નથી.
એક ગામમાં એક હાથી આવ્યો. ગામના લોકોએ ક્યારેય હાથી જોયો નહોતો. એક વિશાળ ભીમકાય પશુને જોવા માટે આખું ગામ ઊમટી પડ્યું. કેટલાક ધનાઢ્ય ખેડૂતો મહાવત પાસે ગયા અને પૂછ્યું, “શું આ પશુ છે ?”
મહાવતે કહ્યું, “તે હાથી છે.” “શું તે વેચવો છે? હા, વેચી શકું છું.” કેટલી કિંમત લેશો ?
પાંચ હજાર રૂપિયા.” [ Si Eી કારકી મા જ કેરમ ,
પાન , ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org