________________
રૂ. રક્ષ સોવિજ્ઞ-#ષ્ટની«
___ क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । आक्रामति क्रमयुगेन निरस्तशंकस्
त्वन्नामनागदमनी हृदि यस्य पुंसः ॥ જે પુરુષના હૃદયમાં આપના નામ રૂપી નાગદમની છે, તે નિર્ભય બનીને લાલ નેત્રોવાળા, મદથી ઉન્મત્ત કોયલના કંઠ સમાન નીલા, ક્રોધથી ઉદ્ધત, મોટી ફણાવાળા, સામે આવી રહેલા સાપને બંને પગ વડે ઓળંગી જાય છે.
રૂ૮. વત્રાસુરંગ-નર્નિત-ભીમનાત
माजौ बलं बलवतामपि भूपतीनाम् । उद्यदिवाकरमयूख-शिखापविद्धं
त्वत्कीर्तिनात् तम इवाशु भिदामुपैति ॥ જ્યાં ઘોડા દોડી રહ્યા હોય, હાથી ચિંઘાડી રહ્યા હોય, યોદ્ધાઓ ભયાનક સિંહનાદ કરતા હોય તેવી યુદ્ધભૂમિમાં શક્તિશાળી રાજાની સેના પણ આપના નામનું કીર્તન કરવા માત્રથી છિન્નભિન્ન થઈ જાય છે જેવી રીતે ઉદિત થતા સૂર્યનાં કિરણોની શિખાથી વિંધાયેલો અંધકાર !
३९. कुन्ताग्रभिन्नगजशोणितवारिवाह
वेगावतारतरणातुरयोधभीमे। युद्धे जयं विजितदुर्जयजेयपक्षास्
त्वत्पाद-पंकजवनायिणो लभन्ते । ભાલાની અણીથી છિન્નભિન્ન થયેલા હાથીઓના શરીરમાંથી રક્તરૂપી પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને તે પ્રવાહમાં ઊતરવા તથા તરવા માટે યોદ્ધાઓ આતુર બની રહ્યા છે, એવા ભયંકર યુદ્ધમાં આપના ચરણકમળરૂપી વનનો આશ્રય લેનાર દુર્જય શત્રુપક્ષને પરાજિત કરીને વિજય મેળવે છે.
૧૮૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ કર્યું .
એ કરી :
;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org