________________
૨૨.ગુણોની માળા પહેરીએ
આજે અક્ષયતૃતીયાનું પર્વ છે. તેની સાથે ભગવાન આદિનાથનો સંબંધ જોડાયેલો છે. આદિનાથનું સ્તુતિની સાથે સહજ રીતે આજનું કાર્ય શરૂ થઈ રહ્યું છે. આ ત્રણ દિવસનો કાર્યક્રમ ભગવાન ઋષભ સાથે જોડાયેલો છે. ઘણા દિવસથી ભક્તામરનો પાઠ ચાલી રહ્યો છે. દિલ્હીમાં (ઈ. સ. ૧૯૯૪) પ્રારંભ કરવામાં આવ્યો અને આજે (૨૦ એપ્રિલ, ૧૯૯૭) સંપૂર્તિનો દિવસ છે. બે પરંપરાઓ છે – એક ચુંવાળીસ શ્લોકોની અને બીજી અડતાળીસ શ્લોકોની. ચુંવાળીસ શ્લોકની પરંપરા આજે સંપન્ન થઈ રહી છે.
આચાર્ય માનતુંગે ઋષભની સ્તુતિના અંતિમ શ્લોકોમાં અભયનું પથદર્શન કર્યું. માણસ સૌથી વધુ પરેશાન ભયથી થતો હોય છે. એક હોય છે કાલ્પનિક ભય અને એક હોય છે વાસ્તવિક ભય. જો કાલ્પનિક ભયને દૂર કરી દેવમાં આવે તો કદાચ પચાસ ટકાથી પણ વધુ સમસ્યાઓનું સમાધાન થઈ જાય, પરંતુ તે ભય નીકળતો નથી. માણસ કલ્પનાના સહારે ચાલે છે, કલ્પનાના સહારે જીવે છે. કલ્પના ક્યારેક સુખ આપે છે તો ક્યારેક ખૂબ દુઃખ પણ આપે છે. કલ્પના અને સ્વપ્ન આ બે જ છે કે જે સુખ અને દુઃખનું કારણ બની જાય છે. રાત્રે સ્વપ્ન અને દિવસે કલ્પના. બંને એક જ છે. દિવસે જે કલ્પના થાય છે, રાત્રે તે સ્વપ્ન બની જાય છે. સ્વપ્ન જ વ્યક્તિનું પોતાનું છે, બીજું બધું પરાયું બની જાય છે. સ્વપ્નમાં એક ભિખારીએ જોયું કે હું રાજા બની ગયો છું, હું મહેલમાં સૂઈ રહ્યો છું, રાણીઓ મારી પગચંપી કરી રહી છે. અત્યંત સુખનો અનુભવ કર્યો. જેવું સ્વપ્ન તૂટ્યું કે તરત જ સુખનો મહેલ તૂટી પડ્યો. કલ્પનામાં પણ માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. ખૂબ પ્રસિદ્ધ વાર્તા છે. ગાડી જઈ રહી હતી. રેલવેના ડબામાં બે મુસાફરો બેઠા હતા. એક ઊભો થયો અને તેણે બારી ખોલી અને બેસી ગયો. બીજો ઊભો થયો તેણે બારીને બંધ કરી દીધી. પહેલો માણસ
1
૧૬૬ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org