________________
બેસી ગયા. એમણે એવી જાહેરાત કરાવી કે, “આ નગરમાં અભુત સંન્યાસી પધાર્યા છે. તેઓ કોઈપણ કુરૂપ અને બેડોળ ચીજને સુડોળ અને સુંદર બનાવી શકે છે. લોકોની ભીડ ઊમટી પડી. કોઈકે પોતાનું રૂપ બદલાવ્યું તો કોઈકે પોતાનાં ઘરેણાં બદલાવ્યાં. કાળો માણસ ગોરો બની ગયો. અસુંદર વ્યક્તિ સુંદર બની ગઈ. ઘણા દિવસો સુધી આમ થતું રહ્યું. નગરના પ્રત્યેક નાગરિકે આ દુર્લભ તકનો લાભ લીધો.
સંન્યાસીએ પૂછ્યું, “શું નગરમાં હવે કોઈ એવી વ્યક્તિ બાકી છે કે જેણે પોતાની કોઈપણ વસ્તુમાં કશું પરિવર્તન ન કરાવ્યું હોય ? લોકોએ કહ્યું, “હે મહાત્મન્ ! નગરમાં બીજું તો કોઈ બાકી નથી રહ્યું. માત્ર એક સંન્યાસી બાકી રહ્યા છે. તે આપની પાસે આવ્યા નથી.” સિદ્ધયોગી પોતે સંન્યાસીની પાસે ગયા. તે થોડીક વાર સંન્યાસીને જોતા રહ્યા, પછી બોલ્યા - બાબા, તમારી પાસે કશું જ નથી, શરીર પણ જર્જરિત અને કુરૂપ છે, આવી તક ક્યારે મળશે? હું આવતી કાલે પ્રસ્થાન કરવાનો છું. માત્ર આજનો સમય છે. કંઈક બદલાવવું હોય તો બોલો ? આપ એકદમ નવયુવાન પુરુષ બની જશો.
સંન્યાસીએ સ્મિત કરતાં ધીરગંભીર સ્વરે કહ્યું, “મહાત્મન્ ! મારે કશું જ નથી જોઈતું.”
વિસ્મિત સિદ્ધયોગીએ પૂછ્યું, “બાબા ! શા માટે કશું જ નથી જોઈતું?”
સંન્યાસી બોલ્યા, “મહાત્મન્ ! આ જગતમાં મનુષ્યજીવનથી વિશેષ સુંદર બીજી કોઈ ચીજ નથી અને તે મને પ્રાપ્ત છે. આત્મસંતુષ્ટિથી વિશેષ કોઈ આનંદ નથી અને તે મને પ્રાપ્ત છે. આ દુર્લભ સૌંદર્ય અને આનંદ અને ઉપલબ્ધ છે તેથી મારે કશું જ નથી જોઈતું.”
સિદ્ધયોગી આ સાંભળીને અવાક્ થઈ ગયો.
જે વ્યક્તિને પવિત્ર ભામંડળ અને આભામંડળ મળી જાય છે, તેના માટે કશું જ મેળવવાનું બાકી રહેતું નથી. તે એવા સૌંદર્યને ઉપલબ્ધ થઈ જાય છે કે જેની કલ્પના પણ થઈ શકતી નથી.
આચાર્ય માનતુંગે શરીરસૌષ્ઠવનું વર્ણન કરીને જે તથ્યનું પ્રતિપાદન કર્યું છે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. જેને અશોક મળી જાય છે, પવિત્ર આભામંડળ અને ભામંડળ મળી જાય છે, તેનાથી વિશેષ કોઈ સૌંદર્ય નથી, કોઈ આનંદ નથી. જ્યાં શોક છે ત્યાં સમસ્યા છે, જ્યાં અશોક છે ત્યાં કોઈ સમસ્યા નથી. આ અશોકની ઉપલબ્ધિ પવિત્ર ભામંડળ અને આભામંડળની સન્નિધિમાં સહજસંભવ છે.
૧૧૨ ભક્તામર અંતરતલનો સ્પર્શ
.
. " ક "
, કે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org