________________
કરનારાં તત્ત્વો છે. કષાયવિજય, વીતરાગતા વગેરે અંતઃકરણને પ્રકાશિત કરનારાં તત્ત્વો છે. માનતુંગ એના આધારે જ સ્તુતિ કરતાં કહે છે કે, હે પ્રભુ ! આપ
જ્યોતિર્મય છો, આપ પ્રકાશમય દીપક પરંતુ માટીના કોડિયા જેવો નથી. માટીનું કોડિયું સામાન્ય દીવો છે. તેને પ્રકાશ માટે અનેક સંસાધનોની જરૂર પડે છે. પ્રકાશિત થયા પછી પણ તે ક્યારે બૂઝાઈ જાય તે કહી શકાતું નથી. માટીના દીપકના સંદર્ભમાં પાંચ તથ્યો સ્પષ્ટ છે –
દીપ પ્રજ્વલિત કરવા માટે જ્યોતિ જોઈએ. દીપ પ્રજ્વલિત કરવા માટે તેલ જોઈએ. દીપ સળગે છે ત્યારે ધૂમાડો નીકળે છે.
દીપકનો પ્રકાશ ચોક્કસ સીમિત સ્થળને જ પ્રકાશિત કરે છે. એવું નથી બનતું કે દીવો કોઈ એક ઘરમાં સળગતો હોય અને તે સમગ્ર નગરને પ્રકાશિત કરતો હોય. દીવાની ક્ષમતા સીમિત છે. તેને જે રૂમમાં મૂકવામાં આવે તે એ જ રૂમને પ્રકાશિત કરે છે. જો તેને બહારના ખુલ્લા આંગણામાં સળગાવવામાં આવે તો તે આસપાસની મર્યાદિત જગાને પ્રકાશિત કરશે. તેનાથી વધુ દૂર સુધી તે પ્રકાશ જઈ શકતો નથી.
દીવાની સાથે જોડાયેલી એક સમસ્યા એ છે કે તે હવાની વેગીલી લહરથી બૂઝાઈ જાય છે.
માનતુંગ કહે છે કે, હે પ્રભુ! શું હું એવા દીપક સાથે આપની તુલના કરું, ? એ વાત મને કઈ રીતે માન્ય બને ? હકીકતમાં આપ એવા દીપક નથી, પરંતુ અપર્વ દીપક છો, વિલક્ષણ દીપક છો. અપૂર્વતાનું એક કારણ છે – આપ એવા દીપક છો, કે જેને માટે તેલની જરૂર નથી. અપર્વતાનું બીજું કારણ એ છે કે આપ એવા દીપક છો જેના માટે જ્યોતિની જરૂર નથી. આપની અપૂર્વતાનું ત્રીજું કારણ એ છે કે આપ એવા દીપક છો, જેમાંથી ધૂમાડો નીકળતો નથી, માત્ર દિવ્ય પ્રકાશ જ નીકળે છે. આપ નિધૂમ દીપક છો. પ્રત્યેક દીપક ધૂમાડાનું ઉત્સર્જન કરે છે. પ્રકાશની સાથે ધૂમાડો એ આશ્ચર્યની વાત છે. એક કવિના મનમાં દીપકની સાથે ધૂમાડાની એવી જિજ્ઞાસા જાગી. તે જિજ્ઞાસાનું સમાધાન તેણે પોતે જ આપ્યું :
યાદશં ભુજયતે ચાન્ન, પચ્યતે જઠરાગ્નિના
પ્રદીપેન તમો ભક્ત, નીહારોપિ ચ તાદૃશ: // માણસ જેવું ખાય છે, તેવું જ બહાર કાઢે છે. અંધકારનું ભક્ષણ કરનાર દીવો કાલિમા (મેલ) જ બહાર કાઢશે.
માનતુંગે કહ્યું કે, આપ દિવ્યપ્રકાશી દીપક છો, કારણ કે આપના ભીતરમાં કોઈ વિકૃતિ નથી, કોઈ ખરાબી નથી. આપ ધૂમાડાને પણ પ્રકાશમાં પરિવર્તિત કરવા માટે સમર્થ છો. શાક જ ક 'કામન6િ6STD :- 9 : ભકતામર : અંતસ્તલનો સ્પર્શ ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org