________________
આશ્ચર્યની વાત નથી, નિમિત્ત મળવા છતાં વિચલન ન થાય એ વિસ્મયની વાત છે. આચાર્ય માનતુંગ તેથી જ કહે છે કે આપનું અવિચલન વિસ્મયકારક છે. જો કે હું આપને ચોથી ભૂમિકા ઉપર નિહાળી રહ્યો છું તેથી મને આશ્ચર્ય નથી. આપે નિમિત્તોને નિરસ્ત કરી દીધાં છે. તેમનાથી આપ પ્રભાવિત થતા નથી. પ્રભાવિત થવાની જે અવસ્થા છે તેને આપ પાર કરી ચૂક્યા છો.
ભાવિત અને અભાવિત એવી બે અવસ્થાઓ છે. માણસ આ બે અવસ્થાઓમાં જીવે છે. જે માણસ ભાવિત છે તે નિમિત્તથી પ્રભાવિત થઈ જાય છે. જે અભાવિત રહે છે તે નિમિત્ત મળવા છતાં પ્રભાવિત નથી થતો. આચાર્ય માનતુંગે ૠષભની અઝંકપ સ્થિતિનું યશોગાન કર્યું, ‘આપ વીતરાગી બની ગયા, આપે રાગનું ઉન્મૂલન કરી દીધું. આવા સંજોગોમાં આપને કોઈપણ નિમિત્ત વિચલિત ન કરી શકે, આપના મનમાં કિંચિત પણ વિકાર ન જાગે તેમાં આશ્ચર્ય શાનું ?’ પોતાની વાતને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરતાં માનતુંગ કહે છે કે, હે પ્રભુ ! હું જાણું છું કે હવા વેગથી વહે કે ધીમેથી વહે, તે પ્રાણીજગતને પ્રભાવિત કરે છે. જો હવા વેગિલી હોય, તોફાની હોય તો તે અનેક વૃક્ષોને ઉખાડી નાખશે, ધરતી ઉપર રહેલી અનેક વસ્તુઓને અસ્તવ્યસ્ત કરી દેશે. જ્યારે પ્રલયકારી તોફાન આવે છે ત્યારે નાના-મોટા પર્વતો પણ પ્રકંપિત થઈ ઊઠે છે, પરંતુ શું પ્રલયકારી તોફાન મંદરાચલ પર્વતને વિચલિત કરી શકે ખરું ? શું પર્વતરાજ કદીય કલ્પાન્તકાળની હવાથી ચલિત થાય છે ખરો ? તે ક્યારેય વિચલિત નથી થતો, તેમાં આશ્ચર્ય શાનું ? આપની કૃતિ મંદર પર્વતની જેમ અઝંકપ છે. આપનું આત્મબળ અને આપનો કષાયવિજય એટલાં દૃઢ અને પરિપક્વ છે કે રાગનું કોઈપણ ઉદ્દીપન અને નિમિત્ત આપને વિચલિત કરી શકતાં નથી. માનતુંગે પોતાના આ મંતવ્યને આ શ્લોકમાં ગૂંથી દીધું -
ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિનીતં મનાગપિ મનો ન વિકારમાર્ગમ્ । કલ્પાન્તકાલમરુતા ચલિતાચલેન,
કિં મંદરાદ્રિશિખર ચલિતં કદાચિત્ ।
આ શ્લોકમાં એક આધ્યાત્મિક તત્ત્વનું રહસ્યોાટન થયું છે. પ્રત્યેક વ્યક્તિએ રાગવિજય માટે પ્રયત્ન કરવો જોઈએ અને રાગવિજય માટે ધૃતિનો વિકાસ કરવો જોઈએ, જેથી આવનારાં ઉદ્દીપનોથી તેનો બચાવ થઈ શકે. ધૃતિનો વિકાસ ખૂબ આવશ્યક છે. જેટલી ધૃતિ વધશે, તેટલી મનનું નિયંત્રણ કરનારી શક્તિ વધશે, એટલી જ આશ્ચર્યની વાત ઓછી થતી જશે.
જ્યાં રાગ ઉપર વિજય હોય છે ત્યાં જ્યોત પ્રગટ થાય છે. રાગ, દ્વેષ અને કષાય આ અંતરાત્મામાં અંધકાર પેદા કરનારાં તત્ત્વો છે, તમોગુણ પેદા ૬૦ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org