________________
અપૂર્વતાનું ચોથું કારણ એ છે કે આપ દીપકની જેમ એક સીમિત જગાને જ પ્રકાશિત કરતા નથી, પરંતુ સંપૂર્ણ લોકને પ્રકાશિત કરી મૂકો છો. કેવળજ્ઞાન સમગ્રલોકને પ્રકાશિત કરે છે. ક્યાંય અંધકાર નથી રહેતો, ક્યાંય દીવાલ નથી આવતી અને ક્યાંય અવરોધ નથી આવતો. સંપૂર્ણ જ્ઞેય કેવળજ્ઞાનનો વિષય બને છે. તેને માટે કશું જ અજ્ઞેય પણ નથી અને જાણવા જેવું પણ કશું હોતું નથી. બધું જ જાણવાની સીમામાં આવી જાય છે. આ સંપૂર્ણ લોકને પ્રકાશિત કરવાની ક્ષમતા થકી આપ અપૂર્વ દીપક બની ગયા છો.
અપૂર્વતાનું પાંચમું કારણ એ છે કે આપ અપ્રકંપ દીપક છો. તેને ન તો હવાની લહર બૂઝાવી શકે છે, કે ન તો પર્વતોને પ્રકંપિત કરનારું ભયંકર તોફાન બૂઝાવી શકે છે.
અપૂર્વ પ્રકાશની ઉપલબ્ધિ માટે આ પાંચ બાબતો પ્રત્યેક આધ્યાત્મિક વ્યક્તિ માટે આવશ્યક હોય છે. તેમનો નિરંતર વિકાસ ક૨તાં રહેવું જોઈએ. વિકાસની દૃષ્ટિ આપનારો તે શ્લોક આ પ્રમાણે છે -
નિર્ધમવર્તિરપવર્જિતતૈલપૂર:, કૃખ્ખું જગત્પ્રયમિદં પ્રકટીકરોસિ । ગમ્યો ન જાતુ મરુતાં ચલિતાચલાનાં, દીપોડપરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ ।
હકીકતમાં આ શ્લોક-હ્રયીમાં આચાર્ય માનતુંગે આંતરિક શક્તિનું ઉદ્ભાવન કર્યું છે, ધૃતિ, રાગ-વિજય, અવિચલન અને પ્રકાશનો મહાન સંદેશ આપ્યો છે. આ બંને શ્લોક એક પ્રકારના મંત્ર છે, જે વ્યક્તિ માનસિક અવિચલનની સાધના કરવા ઇચ્છતી હોય તેના માટે આ શ્લોક મહામંત્રનું કામ ક૨શે. ઈન્ટ્યુશન પાવર અથવા આંતર્દ્રષ્ટિના જાગરણનું પણ આ શ્લોક મહાન સૂત્ર છે. આ પવિત્ર જ્યોતિનું ધ્યાન અને આ શ્લોકહ્રયીનું આરાધન આધ્યાત્મિક સંપદાનું સંધાન છે.
૬૨ – ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org