________________
'૯. અપૂર્વ સૂર્ય : અપૂર્વ ચંદ્ર
શક્તિ અને પ્રકાશની પૂજા થાય છે. સ્તુતિકારે જ્યોતિની પૂજા કરી. તેમણે જોયું કે આદિનાથ જ્યોતિર્મય છે. બાહ્ય જગતમાં એક જ્યોતિર્મય પદાર્થ છે – દીપક. માનતુંગે દીપક સાથે તુલના કરી પરંતુ તુલના પૂર્ણ ન થઈ. આદિનાથના વ્યક્તિત્વ સમક્ષ દીપકની આભા ફિક્કી લાગી. માનતુંગનું ધ્યાન સૂર્ય તરફ કેન્દ્રિત થયું. તેમણે વિચાર્યું કે સૂર્ય અત્યંત જ્યોતિપુંજ છે. પૃથ્વી ઉપર વિચરણ કરનાર છે. આ ચિંતનની સાથે જ માનતુંગ સૂર્ય સાથે આદિનાથની તુલના કરવા માટે સમુદ્યત બન્યા.
જ્યારે કવિ અથવા લેખક તુલના માટે ઉપસ્થિત થાય છે ત્યારે તે સૌપ્રથમ પ્રકૃતિનું અધ્યયન કરે છે. તે અધ્યયનપછી તુલના કરવામાં આવે છે. જે વ્યક્તિ પદાર્થનું, પ્રકૃતિનું કાવ્યના વિષયનું અધ્યયન કરતી નથી તે વ્યક્તિ તુલના કરી શકતી નથી. આચાર્ય માનતુંગે સૂર્યનું અધ્યયન શરૂ કર્યું. પ્રશ્ન ઉદ્ભવ્યો કે સૂર્ય સાથે આદિનાથની તુલના શી રીતે કરવી? માનતુંગ સૂર્યની પ્રકૃતિનું વિશ્લેષણ કરવા લાગ્યા. અનેક તથ્યો તેમની સમક્ષ પ્રસ્ફટિત થઈ રહ્યાં.
સૂર્ય જગતને પ્રકાશિત કરે છે, પરંતુ તે અસ્તપણ પામે છે. '
સૂર્ય રાહુનો ગ્રાસ (કોળિયો) બને છે. જ્યારે જ્યારે પૂર્ણ સૂર્યગ્રહણ થાય છે, ત્યારે ધરતી ઉપર અંધકાર છવાઈ જાય છે.
સૂર્યનો પ્રકાશ મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે. સૂર્યના પ્રકાશની ચોક્કસ સીમા હોય છે. ભારત, અમેરિકા, યુરોપ વેગેરે ક્ષેત્રોમાં એક સરખો પ્રકાશ નથી હોતો. ક્યાંક દિવસ હોય છે તો ક્યાંક રાત હોય છે, ક્યાંક રાત હોય છે તો ક્યાંક દિવસ હોય છે. સર્વત્ર એકસરખો પ્રકાશ નથી હોતો.
સૂર્ય અત્યંત તેજસ્વી છે, પરંતુ જ્યારે આકાશમાં ઘનઘોર વાદળો છવાઈ જાય છે ત્યારે સૂર્ય ઢંકાઈ જાય છે. ઘણી વખત તો વાદળોની સઘનતા એટલી બધી હોય છે કે દિવસે પણ રાત્રિ જેવો આભાસ જણાય છે. કવિ
છે કે ગુજરાતી : ; . ભક્તામર અંતસ્તલનો સ્પર્શ : ૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org