________________
માનતુંગે વિચાર્યુ કે આદિનાથની સાથે સૂર્યની તુલના શી રીતે કરવી ? ક્યાં આદિનાથ અને ક્યાં સૂર્ય ? આદિનાથ સૂર્ય કરતાં અનેક ઘણો મહિમા ધરાવે છે.
આદિનાથ ક્યારેય અસ્ત પામતા નથી, સતત પ્રકાશશીલ રહે છે. તેઓ રાહુનો ગ્રાસ બનતા નથી.
તેઓ સૂર્યની જેમ માત્ર મર્યાદિત ક્ષેત્રને જ પ્રકાશિત કરતા નથી. અસીમ ક્ષેત્રોને પ્રકાશિત કરે છે.
તેઓ કદીય વાદળોથી ઢંકાતા નથી.
આ ચાર તફાવત અત્યંત સ્પષ્ટ છે.
માનતુંગે તેથી જ એમ કહેવું પડ્યું કે, હે પ્રભુ ! હું સૂર્ય સાથે આપની તુલના કરી શકતો નથી. આપ ન તો ક્યારેય અસ્ત પામો છો કે ન તો રાહુ દ્વારા ગ્રસ્ત બનો છો. સમગ્ર જગતને આપ એકસાથે પ્રકાશિત કરો છો. ઘનઘોર વાદળો પણ આપના આ મહાપ્રભાવને અવરોધી શકતાં નથી. હે મુનીન્દ્ર ! આપનો આ મહિમા સૂર્યાતિશાયી છે.
નાસ્તું કદાચિદુપયાસિ ન રાહુગમ્ય :, સ્પષ્ટીકરોસિ સહસા યુગપજ્જગત્તિ । નામોધરોદરનિરુદ્ધમહાપ્રભાવઃ, સૂર્યાતિશાયિહિમાસિ મુનીન્દ્ર ! લોકે ।।
આ ચાર પાસાંનો વિચાર કરીએ. પહેલું પાસું એ છે કે આદિનાથ અસ્ત પામતા નથી, તેનો તાત્પર્યાર્થ શો છે ? જેનું આવરણ વિલીન થઈ જાય છે તે ક્યારેય અસ્ત પામતો નથી. જ્યાં સુધી કેવળજ્ઞાનાવરણ હોય ત્યાં સુધી ઉદય અને અસ્ત થતા રહે છે. ક્યારેક જ્ઞાન વધી જાય છે અને ક્યારેક જ્ઞાન ઘટી જાય છે. જ્યાં સુધી આવરણ હશે ત્યાં સુધી પરિવર્તન થતું રહેશે. જેનું આવરણ ક્ષીણ બની જશે, જેનું જ્ઞાન નિરાવૃત્ત બની જશે, તે ક્યારય અસ્ત નહિ પામે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવાથી કોઈપણ આવરણ રહ્યું નહિ તેથી ઉદય અને અસ્તનો પ્રશ્ન જ નિઃશેષ બની ગયો.
બીજું પાસું એ છે કે તેઓ રાહુ દ્વારા ગ્રસ્ત થતા નથી. રાહુનો વર્ણ કૃષ્ણ માનવામાં આવ્યો છે. દુષ્કૃતનો વર્ણ પણ કૃષ્ણ છે. આગમ સાહિત્યમાં પાપનાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ બતાવવામાં આવ્યાં છે. પાપનો વર્ણ કૃષ્ણ છે. માનતુંગ કહે છે કે, પોતાના મોહકર્મને ક્ષીણ કરી દીધો, તેથી આપને રાહુગ્રાસ થતો નથી. મોહ ક્ષીણ થવાથી દુષ્કૃત પણ આપને પકડી શકતાં નથી. તેથી આપને કોઈ પાપનો બંધ થતો નથી. આ આનંદાતિશય અથવા ચરિત્રાતિશય છે. વીતરાગતા એટલી બધી પ્રગટ થઈ ગઈ કે રાહુગ્રાસનો પ્રશ્ન જ ન રહ્યો. એ સત્ય છે કે ગ્રહ ૬૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org