________________
એક ભિખારી એક મોટા શેઠ પાસે ગયો. શેઠ ભિખારીની દશા જોઈને દ્રવિત થઈ ઊઠ્યા. તેમણે ખિસ્સામાં હાથ નાખ્યો. સો રૂપિયાની નોટ કાઢી અને ભિખારીને આપી. ભિખારી બોલ્યો, ‘શેઠ સાહેબ ! ભવિષ્યમાં ધ્યાન રાખજો. આટલું બધું કોઈને ન આપશો.’ શેઠ એ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તેમણે વિચાર્યું કે આ ભિખારી કેવો છે ! માંગનાર તો હંમેશાં એમ જ ઇચ્છે કે સો રૂપિયાને બદલે બસો રૂપિયા મળે તો સારું. જ્યારે આ તો ઊલટી જ વાત કરી રહ્યો છે ! શેઠે પૂછ્યું, ‘ભાઈ, તું આવું કેમ કહે છે ?’ ભિખારીએ કહ્યું, ‘શેઠ સાહેબ ! હું પણ પહેલાં તમા૨ા જેવો મોટો શેઠ હતો. જે કોઈ માંગવા આવતું તેને ઉદારતાથી રૂપિયા આપી દેતો. કોઈ સો રૂપિયા માંગે તો હું તેને બસો રૂપિયા આપતો. એ રીતે આપતાં આપતાં એવા સંજોગો આવ્યા કે આજે હું પોતે જ ભિખારી બની ગયો છું. તેથી તમે ભવિષ્યમાં ધ્યાન રાખજો. આ રીતે કોઈને આપશો નહિ, જેથી તમારે પશ્ચાત્તાપ કરવો પડે, ભિખારી બનવા માટે વિવશ થવું પડે.’
જ્યાં માત્ર વ્યય થાય છે અથવા આવક કરતાં વિશેષ વ્યય થાય છે, ત્યાં ખજાનો ખૂટી પડે છે. ધન અને પદાર્થનું સત્ય એ જ છે. માનતુંગ કહે છે – આપ અવ્યય છો. આપમાંથી ગમે તેટલું કાઢવામાં આવે છતાં તે ક્યારેય સમાપ્ત થતું નથી. આપનામાં એટલું બધું સમાયેલું છે કે તે ક્યારેય ક્ષીણ થતું નથી. જો જ્ઞાનની દૃષ્ટિએ વિચાર કરીએ તો આપે એટલું બધું આપ્યું છે કે જેની કોઈ સીમા નથી. છતાં ક્યાંય વ્યય થયો નથી. કહેવાય છે કે વિદ્યા જ એક એવી વસ્તુ છે કે જેનો ક્યારેય કોઈ વ્યય નથી થતો. જ્ઞાન જેટલું વહેંચીએ તેટલું વધે છે.
અક્ષર અવ્યય હોય છે. અક્ષરનો ક્યારેય વ્યય થતો નથી. કહેવામાં આવ્યું કે તમામ નદીઓનું જળ એકઠું કરી લો, તે નદીઓમાં જેટલા બાલુકાકણ હોય તે એકત્ર કરી લો, જગતમાં જેટલા સમુદ્ર હોય તેમને પણ એકત્ર કરી લો. એ બધા કરતાં અનંતગણો હોય છે એક અક્ષરનો અર્થ.
અ' એક અક્ષર છે. ‘અ’ના પર્યાય કેટલા છે ? અનંતપર્યાય છે. અનંતઅનંત પર્યાય હોય તો અર્થ પણ અનંત હશે. સંસ્કૃત અને પ્રાકૃતના કવિઓએ દ્વિ–સંધાન, સપ્ત-સંધાન કાવ્યો લખ્યાં. આચાર્ય હેમચન્દ્રે સપ્ત-સંધાન કાવ્ય લખ્યું. તેમાં રાજા કુમારપાળનું ચરિત્ર ચાલે છે, તીર્થંકરોનાં ચરિત્ર ચાલે છે, સાથે સાથે રામાયણ, મહાભારત વગેરે પણ ચાલે છે. એક અષ્ટાક્ષરી પદ્ય છે – રાજાનો દદતે સૌખ્યમ્. એક આચાર્યે તેના આઠ લાખ અર્થ કર્યા. તેમણે કહ્યું કે હું અલ્પબુદ્ધિ છું તેથી તેના માત્ર આઠ લાખ જ અર્થ કરી શક્યો. આ કોઈ મોટી
૯૦ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org