________________
વાત નથી. મહાજ્ઞાની વ્યક્તિ તેના આઠ કરોડ અથવા આઠ ખરવ અર્થ પણ કરી શકે છે. એટલું બધું ગહન છે આ પદ. માનતુંગ કહે છે કે એક આચાર્ય પણ આ પદના આઠ લાખ અર્થ કરી શકે છે. આપ તો કેવા મહાન જ્ઞાની છો, સર્વજ્ઞ છો. એક અક્ષરના અનંત અનંત પર્યવોનું જ્ઞાન છો. તેથી આપ અવ્યય છો.
હવે બીજી દૃષ્ટિએ જોઈએ. આપ પરમાત્મા બની ગયા છો. શરીરમુક્ત બની ગયા છો. તેથી ઊર્જાનો કોઈ વ્યય થતો નથી. સઘળી ઊર્જા આપનામાં ભરેલી છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી ઊર્જાનું ગ્રહણ અને ઉત્સર્જન થતું રહે છે. માણસ પાણી પીએ છે. પાણી પીવાથી ઊર્જા મળે પણ છે અને ઊર્જાનો વ્યય પણ થાય છે. ખોરાક ખાવાથી ઊર્જા મળે પણ છે અને ઊર્જાનો વ્યય પણ થાય છે. તેથી કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ મિતાહાર કરે છે તે સો વર્ષ સુધી જીવે છે. એમ માનવામાં આવ્યું કે સૂઈ જવું અનિવાર્ય છે. તેના વગર સંતુલન રહેતું નથી. પરંતુ જે વ્યક્તિ વધુ પડતું સૂએ છે, તેની ઊર્જા વધુ વપરાય છે. જે વ્યક્તિ દિવસભર સૂતી રહે છે, જ્યારે ઇચ્છા થાય ત્યારે સૂઈ જાય છે તેનું આયુષ્ય ઘટી જાય છે. તે અકાળ મૃત્યુ પામે છે, તેથી પરિમિત શયન અને પરિમિત ભોજનને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે. તેના થકી ઊર્જાની બચત થાય છે, પરંતુ જ્યાં શરીર છે ત્યાં ઊર્જાનો વ્યય થતો જ રહે છે. આપ શરીરમુક્ત છો તેથી અવ્યય છો. આપની ઊર્જાનો વ્યય થતો નથી.
મારી માળાનું બીજું પુષ્પ છે વિભુતા - વ્યાપકતા. આપ વિભુ છો. વિભુના બે અર્થ કરી શકાય છે. એક અર્થ છે સમર્થ. આપ સમર્થ છો, જે ઇચ્છો તે કરી શકો છો. વિભુનો અર્થ છે વ્યાપક. ખરેખર ઋષભ ખૂબ વ્યાપક છે. આદિનાથ માત્ર એક પરંપરા દ્વારા જ નહિ, તમામ પરંપરાઓ દ્વારા માન્ય છે, સમ્મત છે. આ વિષય ઉપર આધુનિક વિદ્વાનોએ ખૂબ સંશોધનો કર્યાં છે અને ઘણુંબધું લખ્યું છે. તેમની વ્યાપકતા સૌ કોઈએ સ્વીકારી છે
ત્રીજું પુષ્પ છે – અચિત્ત્વ. આપ અચિત્ત્વ છો. અચિત્ત્વ એક વિશેષ અર્થનો દ્યોતક છે. તે અચિત્ત્વ હોય છે કે જેના વિશે કશું જ કહી શકાતું નથી, કશું જ વિચારી શકાતું નથી. સંસ્કૃતનો એક પ્રસિદ્ધ શ્લોક છે - અચિત્ત્વો હિ મણિમંત્રૌષધીનાં પ્રભાવઃ - મણિ, મંત્ર અને ઔષધનો પ્રભાવ અચિત્ત્વ હોય છે. નાનતુંગ અચિન્ત્ય શબ્દ દ્વારા એ જ કહી રહ્યા છે કે આપના મહિમા વિશે કશું ૪ વિચારી નથી શકાતું, કશું જ કહી નથી શકાતું.
-
ચોથું પુષ્પ છે - અસંખ્ય. આપ અસંખ્ય છો, સંખ્યાથી આગળ નીકળી મૂક્યા છો. હું આપના ગુણોની, વિશેષતાઓની ગણતરી નથી કરી શકતો. કોઈ રણ વ્યક્તિ આપના ગુણોનું આખ્યાન કરવા સમર્થ નથી. આપના અસંખ્ય ગુણોને કોઈ સંખ્યામાં બાંધી શકાતા નથી.
= ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ – ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org