________________
પાંચમું પુષ્પ છે – આદ્ય. આપ આદ્ય છો. આદિનાથ પ્રથમ તીર્થકર છે રાજા છે. ચંદ્રચરિત્રમાં ઋષભની આ વિશેષતાનું સુંદર આલેખન છે- આપપ્રથમ રાજા છો, પ્રથમ મુનિ છો, પ્રથમ કેવલી છો, પ્રથમ તીર્થંકર છો, પ્રથમ પ્રજાપતિ છો. આ રીતે ભગવાન ઋષભના જીવન સાથે અનેક આદ્ય જોડાયેલાં છે.
છઠું પુષ્પ છે – બ્રહ્મત્વ. આપ બ્રહ્મા છો. પૌરાણિક સાહિત્યમાં ત્રણ વ્યક્તિત્વ માનવામાં આવ્યાં છે – બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શિવ). બ્રહ્મા સૃષ્ટિની સંરચના કરે છે, વિષ્ણુ સૃષ્ટિનું પાલન કરે છે, શિવ સૃષ્ટિનો સંહાર કરે છે. સૃષ્ટિનું નિર્માણ, સૃષ્ટિનું પાલન અને સૃષ્ટિનો સંહાર - આ ત્રણ તત્ત્વો છે. માનતુંગ કહે છે કે આપ બ્રહ્મા છો. આપે સૃષ્ટિનું સર્જન કર્યું છે. આચાર્ય જિનસેને ઋષભ માટે ધાતા, વિધાતા, બ્રહ્મા, પ્રજાપતિ વગેરે શબ્દોનો પ્રયોગ કર્યો છે અને તે એટલા માટે કર્યો છે કે ઋષભે સંપૂર્ણ સમાજવ્યવસ્થાનું સર્જન કર્યું હતું. ધાતા, વિધાતા કોઈ પૌરાણિક હોય કે નહિ, પરંતુ ઋષભ ખરેખર ધાતા, વિધાતા, બ્રહ્મા અને પ્રજાપતિ છે.
- સાતમું પુષ્પ છે – આપ બ્રહ્મા છો, ઈશ્વર છો. ઈશ્વરને સૃષ્ટિના કર્તા માનવામાં આવે છે. ન્યાયશાસ્ત્રમાં ઈશ્વરની પરિભાષા આપવામાં આવી – કતુમક/મન્યથાકતું સમ: ઈશ્વરઃ – જે કરવામાં, ન કરવામાં અને અન્યથા કરવામાં સમર્થ છે તે ઈશ્વર છે. ઈશ્વર કાજીને પાજી અને પાજીને કાજી બનાવી દે છે. આપ ઈશ્વર છો. આપે ઘણુંબધું કર્યું છે, ઘણુંબધું બદલ્યું છે અને ઘણુંબધું અન્યથા પણ કર્યું છે. ઋષભની ગાથાનો અભ્યાસ કરનાર વ્યક્તિ એ જાણે છે કે તેમણે શું શું કર્યું અને કેટલું બદલ્યું. ખૂબ વિચિત્ર કર્તુત્વ હતું ઋષભનું, તેથી માનતુંગે આદિનાથને ઈશ્વરની ઉપમા દ્વારા ઉપમિત કર્યા છે.
આઠમું પુષ્પ છે - અનંતતા. આપ અનત છો. અનંત જ્ઞાન, દર્શન, શક્તિ અને વીર્યથી સંપન્ન છો.
નવમું પુષ્પ છે – આપ અનંગકેતુ છો. અનંગ કામદેવને કહેવામાં આવ્યા છે. જ્યોતિષશાસ્ત્રમાં એમ માનવામાં આવ્યું છે કે જ્યારે કેતુનો ઉદય થાય છે ત્યારે ક્ષય થાય છે, સંહાર થાય છે. માનતુંગ કહે છે કે આપ અનંગ માટે કેતુ છો, કામવાસના અથવા કામદેવનો ક્ષય કરનાર છો. આજના ઇતિહાસવિદો શિવ અને આદિનાથને એક વ્યક્તિત્વ માનવા લાગ્યા છે. રતિ–પ્રલાપમાં કહેવામાં આવ્યું છે કે શિવે ત્રીજા નેત્ર વડે કામદેવને બાળી નાખ્યો, તેને નષ્ટ કરી દીધો. ઋષભ માટે કહેવાય છે કે આપ અનંગ - કામદેવ માટે કેતુ સમાન છો. આ બંનેની સમ્યફ તુલના થઈ શકે છે.
અનંગકેતુનો એક અર્થ છે – આપનું ચિહ્ન અનંગ છે. કેતુનો અર્થ છે ચિહ્ન અને અનંગનો અર્થ છે અશરીર. આપનું ચિહ્ન અશરીર છે, તેથી આપ અનંગકેતુ છો. ૯૨ . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
', se :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org