________________
આત્મા જ અમર હોઈ શકે છે. આ સત્યને કેન્દ્રમાં રાખીને માનતુંગે કહ્યું – પ્રભુ! તમારું સાંનિધ્ય પામીને, તમને પામીને માણસ ખરેખર મૃત્યુને જીતી લે છે, અમર થઈ જાય છે, પરમાત્મા થઈ જાય છે. તમારા વગર શિવ પદ - મોક્ષની પ્રાપ્તિનો અન્ય કોઈ કલ્યાણકારી માર્ગ નથી. માત્ર એક જ માર્ગ છે અને તે છે તમારું સાંનિધ્ય, તમારી ઉપલબ્ધિ.
આ કાવ્યમાં આચાર્ય માનતુંગે પરમ પુમાનની વ્યાખ્યા કરી છે. પરમ પુમાનનો એક વાચક શબ્દ છે – પુરુષોત્તમ. એક વાચક શબ્દ છે પરમપુરુષ. એક વાચક શબ્દ છે – પરમાત્મા પરમાત્મા સ્વરૂપનાં બોધ અને ઉપલબ્ધિનું દર્શન પ્રસ્તુત શ્લોકમાં સહજ રીતે પ્રસ્ફટિત થઈ ગયું.
તામામનત્તિ મુનઃ પરમં પુમાન્સ - માદિત્યવર્ણમમલે તમસ પરસ્તા /
–ામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું,
નાવઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પંથા // ભક્તિથી પરિપૂર્ણ સ્તુતિ કરતાં માનતુંગ કહે છે – પ્રભુ ! હું આપના વિશે શું કહું ? મારી સ્થિતિ તો એ વ્યક્તિ જેવી છે કે જે કોઈ વિશાળ બાગમાં પુષ્પ લેવા માટે ઊભી હોય અને પુષ્પોને એક ચોક્કસ સમયે એક સાથે તોડવા માટે કટિબદ્ધ હોય. શું એ શક્ય છે? એટલાં બધાં પુષ્પો છે, એટલાં બધાં ફૂલો છે કે એક નિશ્ચિત કાલાવધિમાં તેમને તોડવાનું શક્ય જ નથી. મારું મન એ પ્રશ્નમાં અટવાઈ ગયું છે કે હું કયાં કયાં ફૂલોને પસંદ કરું ? કેટલાં ફૂલોને પસંદ કરું? એક પુષ્પને પસંદ કરું છું તો બીજું સામે આવી જાય છે. બીજાને પસંદ કરું છું તો ત્રીજું અને ચોથું પુષ્પ સામે આવી જાય છે. એટલાં બધાં કુસુમ છે કે જેની ગણતરી કરવી મુશ્કેલ છે. તમામ પુષ્પો મનોહર છે, ચિત્તાકર્ષક છે અને દરેકને પસંદ કરવાનું સહજ નથી. તેથી હું પોતાના મનસ્તોષ માટે કેટલાંક ફૂલો પસંદ કરીને એક માળા ગુંથવા ઇચ્છું છું.'
મારી માળાનું પ્રથમ પુષ્પ છે – અવ્યય. આપ અવ્યય છો. આપનો ક્યારેય વ્યય થતો નથી. અન્ય કોઈ વસ્તુ એવી નથી કે જે અવ્યય હોય, જેનો ક્યારેય વ્યય થતો ન હોય. વ્યક્તિની પાસે પુષ્કળ ધન હોય પણ જો નવું ધન ન આવે તો એક દિવસ તે સંચિત ધન સમાપ્ત થઈ જાય છે. નદીમાં પાણી હોય છે, પણ જો નવો પ્રવાહ ન આવે તો નદી સુકાઈ જાય છે. વ્યક્તિની પાસે ગમે તેટલું ધન હોય, પદાર્થ હોય પરંતુ જો તેનું સંવર્ધન ન થાય અને માત્ર તેનો વ્યય "થતો રહે તો તે સમાપ્ત થતું જાય છે. એક દિવસ એવો આવે છે કે સંપન્ન વ્યક્તિ પણ કંગાળ બની જાય છે. દાળ મિકી . WE Tથી માdess : PE : ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૮૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org