________________
આવેલ છે, ભગવાન ઋષભના પગમાં. પ્રશ્ન ઉદ્ભવશે કે પગમાં પ્રણિપાત શા માટે ? શરીરમાં ઉત્તમ અંગ છે – મસ્તિષ્ક. જે મસ્તિષ્ક ઉત્તમ અંગ છે, એને પ્રણામ નથી કરવામાં આવ્યું. પગ નિમ્ન છે, નીચે રહે છે, જમીન ઉપર ચાલનાર છે, જમીનને અડનાર છે, એને પ્રણામ કરવામાં આવ્યા. એવું કેમ ? ખરેખર તો થવા જઈએ મસ્તિષ્કને પ્રણામ અને કરવામાં આવ્યા છે પગને. આ ભારતીય ચિંતનની એક મોટી વિશેષતા છે. પ્રણામ એને છે કે, જે જમીનની સાથે ચાલે છે અને જમીનને અડે છે. નમસ્કાર એને કરવામાં આવે છે, જે મૂળ છે. આપણે પાંદડાંને જોઈએ છીએ, ફૂલ અને ફળને જોઈએ છીએ, પરંતુ મૂળને વિસરી જઈએ છીએ. જો મૂળ જ ના હોય તો પાંદડાં, ફૂલ અને ફળ ક્યાંથી હશે ? વૃક્ષની શોભા મૂળ જ છે.
પગ આપણા જીવનનો આધાર છે, તેથી એને પ્રણામ કરવામાં આવ્યા છે. જે મૂળને છોડીને પાંદડાં, ફૂલ કે ફળને પ્રણામ કરે છે, પગને છોડીને ઉત્તમ અંગને પ્રણામ કરે છે, ધ્વજદંડને છોડીને ફક્ત ધજાને પ્રણામ કરે છે, તે કદાચ સત્યને વિસારી દે છે. આધાર છે પગ. આધાર છે ધ્વજદંડ. આધાર છે મૂળ. તે
દરેક વૃક્ષનું સિંચન કરે છે. પાંદડાંને સિંચો, ફૂલને સિંચો, તો છોડ સુકાઈ જશે. - જ્યાં સુધી મૂળનું સિંચન નહીં થાય, ત્યાં સુધી કશું જ નહિ થાય. પગ આપણો
આધાર છે, સમગ્ર શરીરનું મૂળ છે – આપણા પગ. જે લોકો એક્યુપ્રેશરનો સિદ્ધાંત સમજ્યા છે, તે જાણે છે કે આપણા પગમાં કેટલી શક્તિ છે. આંખ ક્યાં છે ? ફક્ત એ જ આંખ નથી, જેના દ્વારા આપણે જોઈએ છીએ. આપણા પગમાં પણ આંખો છે. કાન, થાઈરોઈડ ગ્લેન્ડ, પિટ્યુટરી ગ્લેન્ડ – આ બધું આપણા પગમાં પણ છે, મસ્તિષ્કનાં તમામ કેન્દ્રો આપણા પગમાં પણ છે. હાર્ટ, લીવર, પ્લીહા વગેરે શરીરના એવા કયા અવયવો છે, કે જે આપણા પગમાં નથી ? શરીરના દરેક અવયવ આપણા પગમાં પણ છે. પગ એટલા શક્તિશાળી છે કે તે સમગ્ર શરીરનું પ્રતિનિધિત્વ કરે છે.
એક્યુપ્રેશરના એક ડૉક્ટરે કહ્યું – જૈન આચાર્ય મેધાવી અને બુદ્ધિમાન થયા છે. એમણે વિધાન કર્યું – પગમાં ચંપલ પણ ના પહેરો. જમીન ઉપર, ભૂમિ ઉપર સીધા ચાલો. કેવા વૈજ્ઞાનિક હતા, કેવા બુદ્ધિમાન અને કેવા જાગૃત હતા ! એમણે સત્યને જાણ્યું અને આવું વિધાન કર્યું. સત્ય એ છે કે પગનો માટી સાથે સીધો સંપર્ક થવાથી અનારોગ્યની અનેક ગુંચો આપોઆપ ઉકલી જાય છે.
પગ શરીરનો આધાર છે – જૈન આચાર્યો આ વિજ્ઞાનથી વાકેફ હતા, તેથી તેમણે પગની ઉપેક્ષા ન કરી અને પ્રણામની પ્રણાલી પગની સાથે જોડી. પગમાં પ્રણામ કરવામાં આવે છે. કોઈ પણ શ્રદ્ધાળુ આવશે તો તે ચરણસ્પર્શ છે કરીને પ્રણામ કરશે. છે આ
, હે જી
ક ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org