________________
અવરોધોને દૂર કર્યાં, મંત્ર અને સ્તોત્ર થકી અવરોધોને સમાપ્ત કર્યા. સૂર્યની આગળ વાદળ આવે છે ત્યારે પ્રકાશ ઢંકાઈ જાય છે. એક સમય એવો આવે છે; કે સૂર્ય વાદળોને વેર-વિખેર કરી ફરીથી આકાશમાં ચમકવા લાગે છે. અવરોધોને દૂર કરવાનું સૌથી મોટું આલમ્બન બને છે – સ્તોત્ર.
આચાર્ય માનતુંગે ભક્તામર સ્તોત્રની રચના કરી. આ રચના વિશેષ સંજોગોમાં થઈ. તેના સંદર્ભમાં ઘણીબધી કથાઓ પ્રચલિત છે. જ્યાં શક્તિશાળી સ્તોત્ર હોય છે ત્યાં એની સાથે ચમત્કારની અનેક ઘટનાઓ જોડાઈ જાય છે. ભક્તામરની સાથે પણ ચમત્કારની ઘટનાઓ જોડાયેલી છે. ચાર માળનું એક મકાન. એના ભોંયરામાં આચાર્ય માનતુંગને કેદ કર્યા. તમામ દરવાજા બંધ કરી દીધા, તાળાં લગાવી દીધાં. હાથમાં હાથકડી, પગમાં બેડીઓ તથા સમગ્ર શરીરને લોખંડની સાંકળથી બાંધી દીધું. એવા સંજોગોમાં મંત્રવિદ્ માનતુંગે આ સ્તોત્રની રચના કરી.
ભક્તામર સ્તોત્ર મંત્રગર્ભિત સ્તોત્ર છે. આમાં મંત્રોના શબ્દોની એવી રચના કરવામાં આવી છે કે સ્તોત્રજાપ દ્વારા બધું જ કામ આપમેળે થઈ જાય છે. ઉત્તરવર્તી (પછીના) આચાર્યોએ ભક્તામરના અનેક કલ્પ તૈયાર કર્યા. ભક્તામરના દરેક શ્લોકની વિધિ, દરેક શ્લોકનો મંત્ર, દરેક શ્લોકનું તંત્ર - આ બધાની રચના કરી. ભક્તામરની સાથે અનેક મંત્રોનો વિકાસ કર્યો, ઉપરાંત તેનો ઉપયોગ, ઉકેલ અને તેના અનેક લાભોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું.
નિઃસંકોચ ભક્તામર એક શક્તિશાળી સ્તોત્ર છે. જૈન પરંપરામાં હજારો સાધુ-સાધ્વીઓ, શ્રાવક-શ્રાવિકાઓ તેનું દરરોજ પઠન કરે છે. એ ભક્તામર સ્તોત્ર વિશે આપણે કંઈક ચર્ચા કરવી છે. તે એક દિવસની ચર્ચા નથી. લાંબા સમય સુધી ચાલશે. આપણે આજે ફક્ત બે શ્લોકોની મીમાંસા કરીશું -
ભક્તામરપ્રણતમૌલિમણિપ્રભાણામુદ્યોતકં દલિતપાપતમોવિતાનમ્ । સમ્યક્ પ્રણમ્ય જિનપાદયુગં યુગાદા વાલમ્બનું ભવજલે પતતાં જનાનામ્ । યઃ સંસ્તુતઃ સકલવાડ્મયતત્ત્વબોધાદુર્ભૂતબુદ્ધિપભિઃ સુરલોકનાથૈઃ । સ્તોત્રજંગત્રિતયચિત્તહરૈરુદારૈ:,
સ્તોગ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ ॥
ભક્તામરના પ્રથમ શ્લોકમાં ભગવાન ઋષભના પગમાં પ્રણિપાત (વંદન) છે અને બીજા શ્લોકમાં ભગવાન ઋષભની સ્તુતિ કરવાનો સંકલ્પ છે. આ બંને વાતો છે, બે પ્રતિપાદ્ય છે. પ્રથમ શ્લોકમાં પ્રણિપાત કરવામાં ૧૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org