________________
પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે ક્યાં આટલો વ્યાપક અંધકાર અને ક્યાં ફક્ત સૂર્ય ? સૂર્યનો પ્રકાશ એટલો તીવ્ર છે, તેનાં કિરણો એટલાં સમર્થ છે કે અંધકાર બિલકુલ નષ્ટ થઈ જાય છે. અંધકાર પણ કેવો ? ભમરો જેમ કાળો-નીલા રંગનો હોય છે, તેવો કાળો–નીલો અંધકાર, જેને ન્યાયશાસ્ત્રની ભાષામાં કહી શકાય કે અંધકાર એટલો શ્લિષ્ટ કે મુઠ્ઠીમાં પકડી લઈએ ! એટલો સઘન કે સોય દ્વારા તેને ભેદી શકીએ ! એવો સઘન અને એવો ગાઢ અંધકાર એક સૂર્યના આગમનથી નષ્ટ થઈ શકતો હોય તો પછી ભગવાન ઋષભની સાધના, આરાધના અને સ્તુતિ કરનાર વ્યક્તિના ભીતરમાં પ્રકાશ કેમ ન પથરાય ? તેના ભીતરમાં અંધકારરૂપી જે પાપ સંચિત છે, તે ભલે ગમે તટેલા દીર્ઘ સમયનાં હોય, ગમે તેટલાં ગાઢ અને સઘન હોય, તે શા માટે ક્ષણભરમાં નાશ ન પામી શકે ? ઉપમા દ્વારા પણ આચાર્યશ્રીએ પોતાની વાતને સ્પષ્ટ કરી છે. તે એટલી સચોટ ઉપમા છે કે તેમાં સંદેહની કોઈ શક્યતા નથી. માનતુંગનું એ મહત્ત્વપૂર્ણ કથન પ્રસ્તુત શ્લોકમાં જીવંત બન્યું છે –
ત્વસંસ્તવેન ભવસંતતિન્નિબદ્ધ, પાપં ક્ષણાત્ ક્ષયમુપૈતિ શરીરભાજામ્ । આક્રાંતલોકમલિનીલમશેષમાશુ, સૂર્યાંશુભિન્નમિવ શાર્વરમન્ધકારમ્ |
સ્તુતિનું મહત્ત્વ બતાવીને માનતુંગ સ્વયં પોતાની વાત પણ કહે છે કે હું સ્તુતિ કરી રહ્યો છું. મારો આ પ્રયત્ન નિરર્થક નથી. હુ સાર્થકતાપૂર્વક સ્તુતિ કરી રહ્યો છું. જે ભગવાન ઋષભની સ્તુતિ કરશે, તે પોતાના અંધકારને સમાપ્ત કરી શકશે, પોતાનાં કર્મોની શ્રૃંખલા તોડી શકશે. તેથી તેનું મહત્ત્વ પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય છે. માનતુંગે કહ્યું કે સૂર્યનો ઉદય જ પ્રશસ્ય છે. બીજા ભલે ગમે તટેલા ઊગે, પરંતુ તેઓ સૂર્યની તુલનામાં નહી આવી શકે. દીવો પેટાવો કે બત્તી કરો, એનાથી થોડોક અંધકાર દૂર થઈ જશે પરંતુ જે પ્રકાશ સૂર્ય પાથરી શકે છે, તેવો પ્રકાશ નાનાંમોટાં સાધનો પાથરી શકતાં નથી. સૂર્ય એટલો બધો તેજસ્વી હોય છે કે તેના ઉદય પછી ન તો અંધકાર રહે છે કે ન તો અન્ય તેજસ્વી ગ્રહોનક્ષત્રોનું તેજ ટકી શકે છે. સૂર્યનો પ્રકાશ એટલો બધો વ્યાપક હોય છે કે અન્ય તમામ પ્રકાશ તેનામાં વિલીન થઈ જાય છે. માત્ર સૂર્ય જ આ ભૂમંડળને આલોકથી છલકાવી દે છે. અન્ય પુરુષોની સ્તુતિ કરવી સહજ છે, પરંતુ ભગવાન ઋષભની સ્તુતિ કરવાનું અત્યંત મુશ્કેલ છે. આ એવી વ્યક્તિની સ્તુતિ છે કે જેણે આત્માને પામી લીધો છે. એવી વ્યક્તિની સ્તુતિ કરવાનું એટલું જ મહત્ત્વપૂર્ણ છે કે જેટલું મહત્ત્વપૂર્ણ સૂર્યના પ્રકાશ દ્વારા અંધકારને મિટાવી દેવાનું છે.
૩૪ = ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org