________________
કૃષ્ણ જ્યારે જન્મ્યા અને માનતુંગ ક્યારે જમ્યા ? હજારો વર્ષની કાલાવધિ. માનતુંગ શિવને પણ જોયા નથી. શિવ અત્યંત પ્રાચીન છે અને માનતુંગ વર્તમાન શબ્બાબ્દીઓના છે. તો પછી માનતુંગ એમ શી રીતે કહી રહ્યા છે કે એ સારું થયું કે પહેલાં હરિ, હર વગેરેને જોઈ લીધા ? આ પ્રશ્ર સ્વાભાવિક છે. શબ્દાર્થમાં સમગ્ર વાત પકડમાં આવતી નથી. માણસ અટવાઈ જાય છે. આ મૂંઝવણ ત્યારે જ દૂર થાય છે કે જ્યારે તાત્પર્ય સમજાય છે.
મહારાજા તખ્તસિંહની એક ઘટના ખૂબ પ્રસિદ્ધ છે. એક વખત તેમને ઘનની અપેક્ષા જાગી. હિસાબકિતાબના જૂના ચોપડા તપાસ્યા. એક જગાએ લખ્યું હતું કે જો ધનની જરૂર પડે તો મકરાના અને ખાસૂની વચ્ચે ખજાનો દાટેલો છે.
ક્યાં ખાટું અને ક્યાં મકારાના ! વીસ-ત્રીસ કિલોમીટરનું અંતર ! ક્યાં ક્યાં શોધવો? એક દિવાને તે વાક્યનો તાત્પર્યાર્થ સમજ્યો અને ખજાનો મળી ગયો. તાત્પર્ય એ હતો કે સિંહાસનની એક બાજુ મકરાનાનો પથ્થર લગાડેલો હતો, બીજી તરફ ખાટૂનો પથ્થર લગાડેલો હતો. આ બનેની વચ્ચે અખૂટ ખજાનો હતો.
લોકો મોટે ભાગે શબ્દાર્થમાં જ અટવાઈ જાય છે, તાત્પર્યાર્થમાં જતા નથી. તેઓ એમ નથી વિચારતા કે કહેનારનું તાત્પર્ય શું છે ? જે કહેવામાં આવે છે તેનું હાર્દ શું છે? હાર્દ સુધી નથી પહોંચી શકતા ત્યારે હાથમાં કશું જ આવતું નથી. માનતુંગે કહ્યું કે હરિ, હર વગેરેને જોઈ લીધા, તેનું તાત્પર્ય એ છે કે મેં તેમના વિચારોનો અભ્યાસ કરી લીધો. તેમનો અભ્યાસ કર્યા પછી મેં આપના અનેકાન્ત દર્શનનો અભ્યાસ કર્યો ત્યારે મને ખૂબ સંતોષ પ્રાપ્ત થયો. હવે એવી સ્થિતિ થઈ ગઈ છે કોઈપણ અન્ય દર્શન મારા ચિત્તનું હરણ કરી શકતું નથી. કોઈ અન્ય દર્શનમાં મને સંતોષ મળતો નથી.
કેટલાંક દર્શનો એકાંતવાદી છે. એકાંત નિત્યવાદનો મત છે – આત્મા કૂટસ્થનિત્ય છે. તેમાં કોઈ પરિવર્તન આવતું નથી. સઘળું પરિવર્તન પ્રકૃતિમાં થાય છે, પદાર્થજગતમાં થાય છે. આત્મા શુદ્ધ, બુદ્ધ અને મુક્ત છે. એકાન્ત અનિત્યવાદનો અભિમત છે કે આત્મા ક્ષણેક્ષણે પરિવર્તન પામે છે. ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે. માનતુંગ કહે છે કે આ બંને એકાંતવાદી દર્શનોનો અભ્યાસ કર્યા પછી મેં અનેકાન્ત દર્શનનો અભ્યાસ કર્યો. તેમનું વક્તવ્ય છે કે આત્મા કંઈક અંશે નિત્ય છે અને કંઈક અંશે અનિત્ય પણ છે. તે નિત્ય પણ છે અને અનિત્ય પણ છે. આત્મા પોતાના અસ્તિત્વથી ક્યારેય ગ્રુત થતો નથી, તેથી તે નિત્ય છે. તેમાં નિરંતર પરવિર્તન થતું રહે છે તેથી તે અનિત્ય છે. મેં અનેકાન્તના આ દર્શનનો અભ્યાસ કર્યો ત્યારે પરમ તુષ્ટિનો અનુભવ કર્યો. મને જે આનંદ અને તૃપ્તિ મળ્યાં તે અપૂર્વ છે, તેથી અન્ય દર્શનો પ્રત્યેનું મારું આકર્ષણ વિલીન થઈ ગયું છે. ૦૮ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ . ના બને મારી બાજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org