________________
આ સ્તુતિમાં સ્તુતિકારે ભગવાન ઋષભના જ્ઞાનની વિશેષતા પ્રગટ કરી છે. આપનું જ્ઞાન અને દર્શન એટલું વિશિષ્ટ છે કે તેનો અભ્યાસ કર્યા પછી બીજાં દર્શનોનો અભ્યાસ કરવાની ઈચ્છા પણ થતી નથી. આચાર્ય હેમચંદ્ર લખ્યું છે કે આપનાં જ્ઞાન-દર્શનની વાત જવા પણ દઈએ, પરંતુ આપની મુદ્રા જ કેવી મનોહર છે. પરતીર્થિકોએ આપની આ મુદ્રાને પણ શીખી નથી. પર્યકશયન, શરીરનું શિથિલીકરણ અને આ વ્યવસ્થામાં બંને નયન અપલક નાસાગ્ર ઉપર કેન્દ્રિત એવી આપની મુદ્રા છે.
વપુશ પર્યકશય લકંચ દૃશો ચા નાસા નિયતે સ્થિરે ચ
ન શિક્ષિતેયં પરતીર્થનાથ,
જિનેન્દ્ર ! મુદ્રાપિ તવાન્યદાસ્તામ્ | ભગવાન પ્રાયઃ ધ્યાનની મુદ્રામાં અનિમેષ પ્રેક્ષા કરતા, અપલક અનિમેષ નાસાગ્ર ઉપર ધ્યાન કરતા. નાસાગ્ર ઉપર ધ્યાન કરવું તે વાસ્તવમાં અત્યંત મહત્ત્વપૂર્ણ છે. પ્રેક્ષાધ્યાયની ભાષામાં તે પ્રાણ કેન્દ્ર છે. પ્રાણનું મુખ્યકેન્દ્ર નાસાગ્ર છે. ભગવાન મહાવીરનું ધ્યાન ઘણુંખરું આ કેન્દ્ર ઉપર જ થતું હતું. તેઓ એક પુગલ ઉપર દૃષ્ટિ સ્થિર કરતા, અનિમેષ દૃષ્ટિથી જોયા કરતા. આ અનિમેષ પ્રેક્ષા બાહ્ય વસ્તુઓ ઉપર પણ થઈ શકે છે અને શરીરના કોઈ અવયવ ઉપર પણ થઈ શકે છે. મહાવીર જ્યારે અનિમેષ પ્રેક્ષા કરતા ત્યારે પ્રાયઃ નાસાગ્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા. નાસાગ્ર ધ્યાન કરવાનો અર્થ છે – ચેતનાનું ઊરોહણ. જે શક્તિકેન્દ્ર છે, મૂલાધાર છે, મૂળનાડી છે, તે નાસાગ્ર ઉપર ધ્યાન કરવાથી આપોઆપ સીધી થઈ જાય છે. ચેતના અને પ્રાણનો પ્રવાહ ઊર્ધ્વગામી બની જાય છે. આચાર્ય હેમચન્દ્ર ભગવાનની આ વિશિષ્ટ મુદ્રાની ચર્ચા કરતાં કહ્યું કે, હું બીજી કોઈ વાતની ચર્ચા શી કરું? અન્ય તીર્થકોએ આપની આ મુદ્રાને પણ શીખી નથી ! જે આંખોએ આપની આ મુદ્રા જોઈ હોય, તે આંખો અન્ય કોઈ મુદ્રાથી આકૃષ્ઠ થઈ શકતી નથી.
માનતુંગ એ જ ભાષામાં વાત કરી રહ્યા છે કે આપના દર્શનને જાણી લીધા પછી અન્ય કોઈ દર્શન પ્રત્યે આકર્ષણ રહ્યું નથી. મેં તમામ પ્રકારની ગાયોનું દૂધ પી લીધું, ત્યાર પછી ચક્રવર્તીની ગાયનું દૂધ પીધું. આ દૂધનો સ્વાદ ચાખ્યા પછી કોઈ અન્ય ગાયના દૂધ પ્રત્યે આકર્ષણ રહ્યું નથી. જો મેં સૌથી પહેલાં ચક્રવર્તીની ગાયનું દૂધ પીધું હોત તો મનમાં એવો વિકલ્પ અથવા કામના જાગત કે આ કાળી ગાયનું દૂધ કેવું હશે ! નીલી ગાયનું દૂધ કેવું હશે ! અમેરિકન ગાયનું દૂધ કેવું હશે! પરંતુ એ તમામનું દૂધ પીધા પછી ચક્રવર્તીની ગાયનું દૂધ પીધું ત્યારે ખબર પડી કે આ દૂધમાં અને અન્ય ગાયોના દૂધમાં કેટલો ? A " કાણા વાળા શાકભાજી પાકોમાસોલા ભકતામર અંતસ્તલનો સ્પર્શ ૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org