________________
સ્તવન પ્રમોદભાવનાની અભિવ્યક્તિ છે. તે ચેતનાના વિકાસની બહુ મોટી ઘટના છે. ગુણ ગ્રહણ કરવા એ અઘરું કામ છે. સામાન્ય માણસથી તે થઈ શકતું નથી. તે બીજા લોકોના ગુણ જાણે છે, સાંભળે છે, તેનો અનુભવ પણ કરે છે, પરંતુ કહી નથી શકતો. બીજા લોકોના ગુણોનું કીર્તન કરવું એ અઘરું કામ છે. જ્યાં બીજાઓની વિશેષતાની વાત આવે છે ત્યાં માણસ મૂંગો બની જાય છે. એમ તો માણસ મૌન નથી રહેતો, બોલ્યા જ કરે છે, પરંતુ જ્યાં બીજા લોકોની શ્લાઘા (પ્રશંસા)ની વાત આવે છે ત્યાં તે પૂર્ણ મૌન ધારણ કરી લે છે, વચનગુપ્તિ સાધી લે છે.
તીર્થકર અને ગુરુની સ્તુતિ કરવામાં આવે છે, એ કોઈ મોટી વાત નથી. સ્તુતિ તો પ્રત્યેક વ્યક્તિની કરી શકાય છે. જેનામાં જે વિશેષતા હોય તેનું પ્રતિપાદન કરવું, વર્ણન કરવું એ સ્તુતિ છે અને એવી સ્તુતિ કરવાનું પ્રત્યેક વ્યક્તિ માટે શક્ય છે. એક સામાન્ય માણસની પણ સ્તુતિ થઈ જાય છે. અણુવ્રતભવન, દિલ્હીમાં પૂજ્ય ગુરુદેવનો ચાતુર્માસ હતો. ત્યાં પ્રવચન મંડળમાં એક ગરીબ રિક્ષાચાલકને લાવવામાં આવ્યો અને વિશાળ પરિષદ વચ્ચે તેની પ્રામાણિકતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી. તે રિક્ષાચાલકને કીમતી સામાનથી ભરેલી બેગ મળી હતી. તેણે દર્શનાર્થી યાત્રીને તે બહુમૂલ્ય સામાન પાછો આપ્યો હતો તેથી તેની પ્રશંસા કરવામાં આવી. તેના નૈતિક ગુણોનું અભિવાદન કરવામાં આવ્યું.
સ્તુતિ માત્ર અહંત, તીર્થકર, ઉપાધ્યાય, આચાર્ય અને સાધુની જ નથી થતી, સામાન્ય માણસની પણ થાય છે. જ્યારે સ્તુતિ થાય છે, ત્યારે આપણી પ્રમોદભાવના વિકસ્વર બને છે. પ્રમોદભાવના વગર સ્તુતિ કરવાનું શક્ય નથી.
પ્રશ્ન એ છે કે તમામ દોષોનો નાશ શી રીતે થાય છે? તેનો એક યૌગિક ઉપાય છે અને તે એ છે કે તમે જે ગુણની ચર્ચા કરો, જે ગુણનું વ્યાખ્યાન કરો, જેના તરફ વારંવાર ધ્યાન આપો, તે ગુણ તમારી અંદર પ્રવેશી જશે અને બીજા અવગુણો ધીમે ધીમે નાશ પામતા જશે. આ યોગનો ગુણ-સંક્રમણનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે – ગુણી જનને તેનો ગુણ બતાવો. તેનાથી તેને લાભ નથી થતો, હાનિ પણ થઈ શકે છે. તેનામાં અહંકાર જાગવાની ભારે શક્યતા રહે છે, પરંતુ ગુણાનુવાદ કરનારને તો અવશ્ય લાભ થશે જ. તમે જે પ્રકારની ચર્ચા કરશો, તેવું જ પરિણમન શરૂ થઈ જશે. તેથી વારંવાર તમે કોઈકના ગુણની ચર્ચા કરો, તમારું અજ્ઞાન ઓગળી જશે. વાતેવાતે બાહુબલીની ચર્ચા કરશો તો તમારું પરાક્રમ વધશે, શક્તિ વધશે, મનોબળ વધશે. મહાવીરની વારંવાર સ્તુતિ કરશો તો તમારી સહિષ્ણુતા વધશે, કષ્ટ સહન કરવાની શક્તિ વધશે, વીર્ય વધશે. Fી વાળી . આ જ રસ ''GE , બાવા લાગ્યા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org