________________
આદિનાથની સ્તુતિ કરશો તો તમારું આત્મજ્ઞાન વધશે, તમે આત્મસ્થ બનશો. એનું તાત્પર્ય એ છે કે જેની સ્તુતિ કરવામાં આવશે તેની પ્રબળ વિશેષતા સ્તુતિકારમાં સંક્રાંત થશે. એ દૃષ્ટિએ કહી શકાય કે ગુણાનુવાદમાં એક રીતે પોતાનો સ્વાર્થ છે. વ્યક્તિ નિઃસ્વાર્થ ભાવે જ કામ નથી કરતી, દરેક કાર્યની પાછળ તેનો કોઈ ને કોઈ સ્વાર્થ જોડાયેલો હોય છે અને તે કોઈ ખરાબ વાત પણ નથી. હું એમ માનું છું કે જેનામાં સ્વાર્થની ચેતના નથી તેનામાં પરમાર્થની ચેનતા હોઈ શકે નહિ. એટલું ચોક્કસ કે તે સ્વાર્થ બીજાનું અહિત કરનારો ન હોવો જોઈએ. જ્યાં કોઈનું અનિષ્ટ ન થતું હોય તેવો સ્વાર્થ નિર્દોષ ગણાય.
બીજાઓની સ્તુતિ કરીને તેના ગુણોને આપણે પોતાનામાં સંક્રાંત કરીએ છીએ તે વખતે આપણે એક રીતે દર્પણ જેવા બની જઈએ છીએ. નિર્મળ જળ જેવા બની જઈએ છીએ. દર્પણમાં અને નિર્મળ જળમાં જે કાંઈ આવે છે તે સંક્રાત થઈ જાય છે.
માનતુંગસૂરિએ સ્તુતિના ક્રમમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ વાત કહી છે કે સ્તુતિની વાત તો ઘણી મોટી છે, તેનો અધિકાર મળે કે ન પણ મળે, પરંતુ હું તો એટલામાં જ સંતુષ્ટ થઈ જઈશ કે આપની કથા કરતો રહું. મારે બીજું કશું ન જોઈએ.
કથા કરવાની, વાત કરવાની પ્રવૃત્તિ માણસમાં ખૂબ જ તીવ્ર હોય છે. માનવી બોલ્યા વિના રહી શકે એ બહુ કઠિન સાધના છે. બોલ્યા વગર રહી શકાતું નથી. કહેવાય છે કે બે છોકરીઓ મળે અને તે કંઈ પણ ન બોલે, તે શક્ય નથી. તે બંને ચૂપ રહી શકતી નથી. તેમની વાતો ક્યારેય ખૂટતી નથી. આખરે એવી કઈ મહત્ત્વપૂર્ણ વાત છે કે જેને તે કહ્યા વગર રહી શકતી નથી ? માણસની વાત જવા દો, બે પક્ષીઓ પણ મળી જાય છે ત્યારે ચાંચ ભેળવીને પોતપોતાની ભાષામાં વાત કરવાનું શરૂ કરી દે છે. કોઈ મૌન રહેતું નથી. કથાવાર્તામાં સૌ કોઈને રસ મળે છે, પરંતુ માનતુંગ ભારે અદ્દભુત વાત કહી રહ્યા છે, “હે પ્રભુ ! આપની આ કથા તમામ પાપોનો નાશ કરનારી છે.” વીતરાગ સ્રોત્રમાં કહેવામાં આવ્યું કે, “ભગવાન !મારું આયુષ્ય આપની વાતચીત કરવામાં વીતે, બસ, એથી વિશેષ મારે કાંઈ ન જોઈએ.”
સ્થાનાંગ સૂત્રમાં ચાર પ્રકારની કથાઓ બતાવવામાં આવી છે – આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની. આ પરમાર્થની કથાઓ છે. પરમાર્થની વાત કરવાથી ગુણોનો વિકાસ થાય છે. તેની વિપરીત ચાર પ્રકારની વિકથાઓ છે – કામકથા, દેશકથા, ભક્તકથા અને રાજકથા. આ ચારેય વિકથાઓ છે. તેનાથી ગુણોનો વિકાસ નથી થતો. માત્ર ઇન્દ્રિય ચેતનાના સ્તર ઉપર જીવનાર વ્યક્તિ જ આવી કથાઓ કરે છે. જે માણસ ઈન્દ્રિય ચેતનાના સ્તર ઉપર જીવે છે, તે વૃક્ષ, ૪૦. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . , , " . " રીતે કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org