________________
' . . : :
: :
૫. સ્તવનનું પરિણામ
સ્તવન ખૂબ મહત્ત્વપૂર્ણ ક્રિયા છે. “અસ્તસમસ્તદોષ” – સ્તવન એ છે કે જેના થકી તમામ દોષ મટી જાય છે. તમામ દોષોનો નાશ કરનાર છે – સ્તવન. ઉત્તરાધ્યયન સૂત્રમાં પૂછવામાં આવ્યું કે, તે સ્તવન કરવાથી શો લાભ થાય છે ? મહાવીરે ઉત્તર આપ્યો, ‘નાણદંસણચરિત્રબોકિલાભ જણાયઈ” – સ્તવન થકી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને બોધિનો લાભ થાય છે. આ લાભચતુષ્ટયી છે.
અજ્ઞાન બહુ મોટો દોષ છે. ઘણુંખરું તેનાથી મોટો અન્ય કોઈ દોષ નહિ હોય. અજ્ઞાની શું કરશે – જ્યારે એને ખબર જ નથી કે હિત શું અને અહિત શું? પાપ શું અને પુણ્ય શું? – આ અજ્ઞાનતા બહુ મોટું પાપ છે. તેથી કહેવામાં આવ્યું કે, “અજ્ઞાનં ખલુ કષ્ટ” – અજ્ઞાન બહુ મોટુ કષ્ટ છે. સ્તવન કરવાથી અજ્ઞાનનો નાશ થાય છે. સ્તવનનો આ પ્રથમ લાભ છે.
સ્તવનનો બીજો લાભ મિથ્યા દૃષ્ટિકોણનો નાશ થવો. મિથ્યા દૃષ્ટિકોણમાં કોઈપણ આચરણ સમ્યફ નથી હોઈ શકતું, સમસ્યા પેદા થઈ જાય છે.
ત્રીજો લાભ છે – સ્તુતિ કરવાથી અનાચાર સમાપ્ત થાય છે, ચારિત્રનો લાભ મળે છે.
ચોથો લાભ છે – દુર્લભ બોધિ સુલભ બની જાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સમુચ્ચય અવસ્થા બોધિ છે. તે ત્રણ પ્રકારની હોય છે – જ્ઞાનબોધિ, દર્શનબોધિ અને ચારિત્રબોધિ. જેને બોધિ પ્રાપ્ત નથી થતી, તેને ન જ્ઞાન આવે છે, ન દર્શન આવે છે અને ન ચારિત્ર આવે છે.
સ્તુતિના લાભ વિશે માનતુંગે જે કહ્યું તેનું સમર્થન ઉત્તરાધ્યન સૂત્ર કરે છે. અથવા ઉત્તરાધ્યયનમાં જે કહેવામાં આવ્યું તેનું કાવ્યાત્મક પ્રતિપાદન માનતુંગ કરી રહ્યા છે. બંનેની ફલશ્રુતિ એક જ છે.
૩૮. ભક્તામર અંતસ્તલનો સ્પર્શ
જો
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org