________________
યાત્રાનો નિર્ણય કરી લીધો. જહાજ સામાનથી ભરી દીધું. સમુદ્રની પૂજા કરી. જહાજ સમુદ્રની છાતી ચીરીને આગળ વધવા લાગ્યું. હિન્દ મહાસાગરની વચ્ચે જહાજ પહોચ્યું. નાવિકોએ કહ્યું, “શ્રેષ્ઠીવર ! અહીં બલિ આપવો પડશે.”
શ્રેષ્ઠીએ કહ્યું, “શા માટે બલિ આપવો પડશે ?”
શ્રેષ્ઠીવર ! જે વ્યક્તિ બલિ નથી આપતી, તેનું દેવી અનિષ્ટ કરી નાખે છે.”
“હું જૈન શ્રાવક છું. અહિંસામાં આસ્થા ધરાવું છું. હું બલિ નહિ આપી શકું.”
“શ્રેષ્ઠીવર ! આપ બલિ નહીં આપો તો નૌકાઓ તૂટી જશે. જહાજ નાશ 'પામશે, આપણા સૌનું જીવન જોખમમાં પડી જશે.”
ભલે ગમે તે થાય, હું બલિ નહિ આપું.” – શ્રેષ્ઠીએ પોતાનો નિશ્ચય જણાવ્યો.
“શ્રેષ્ઠીવર ! આટલા બધા લોકોના રક્ષણ માટે આપ એક બકરાનો બલિ આપી દો. કુળની રક્ષા માટે એકને છોડી શકાય છે.”
કુળના રક્ષણ માટે બલિદાન આપવાના અનેક પ્રસંગો મળે છે. શકડાલ. નંદ સામ્રાજ્યનો મહામંત્રી હતો, સર્વેસર્વા હતો. કંઈક એવો સંજોગ બન્યો કે રાજા ગુસ્સે થયો. તેણે શકડાલનો પરિવાર સહિત વધ કરવાનો નિર્ણય લીધો. પ્રાચીનકાળમાં એવું થતું હતું – રાજા સમગ્ર પરિવારને મૃત્યુદંડ આપી દેતા હતા. શકડાલને રાજાના આ નિર્ણયની ખબર પડી. શકડાલે ગંભીર વિચારમંથન પછી પોતાના બલિદાનનો નિર્ણય લીધો. તેણે પોતાના પુત્ર શ્રીયકને કહ્યું, “આજે તારે એક કામ કરવાનું છે. જ્યારે હું રાજસભામાં જાઉં અને સમ્રાટ નંદને નમસ્કાર કરું ત્યારે તારે આ તલવાર વડે મારી ગરદન કાપી નાખવાની છે.” પુત્ર બોલ્યો, પિતાજી ! એ કંઈ રીતે શક્ય છે કે પુત્ર પોતાના પિતાની ગરદન કાપે ? આવું મારાથી શી રીતે થઈ શકે.” શુકડાલે કહ્યું, “આ તો કુળની રક્ષાનો સવાલ છે. જો તું મને નહિ મારે તો આપણું કુળ અને વંશ નષ્ટ થઈ જશે. રાજા આપણને સહુને મરાવી નાખશે. કળ માટે મારું બલિદાન અવયંભાવિ બની ગયું છે. પુત્રને પિતાનો આ આદેશ સ્વીકરવા પડ્યો. રાજસભામાં શટડાલે જેવું પોતાનું માથું તમાવ્યું કે તરત જ પુત્ર શ્રીયકે તીણ તલવાર વડે પિતાનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું.
શ્રેષ્ઠીએ નાવિકોને કહ્યું, “જ્યારે કુળની રક્ષાનો પ્રશ્ન હોય ત્યારે એકને છોડી શકાય છે. જ્યાં ગામનો પ્રશ્ન હોય ત્યારે કુળને છોડી શકાય છે. જ્યારે મિષ્ટિનો પ્રશ્ન હોય ત્યારે ગામને છોડી શકાય છે, પરંતુ જ્યારે આત્માના ક્ષણનો પ્રશ્ન હોય ત્યારે સઘળું ત્યાગી શકાય છે.” fપા કરી કોણ ?', "E". THI ભકતામર : અંતસ્તલનો સ્પર્શ : ૧૫૫
ય
છે ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org