________________
એવો સમુદ્ર કે જેમાં ભયંકર મગરમચ્છ છે, વ્હેલ જેવી વિશાળકાય માછલીઓ છે – એવી ભયંકર માછલીઓ કે જેના ઉદરમાં સમગ્ર જળવાહન સમાઈ જાય ! મગરમચ્છોનો સમૂહ શુભિત બનેલો છે. તે સમુદ્રમાં પણ ભીષણ વડવાનલ સળગેલો છે. જળમાં પણ આગ લાગે છે. વનની આગને દાવાનલ કહે છે અને જળની આગને વડવાનલ કહે છે. એવા સમુદ્રમાં જળવાહન ચાલી રહ્યું છે અને તે ઉછળતા-મચલતા તરંગો ઉપર ચાલી રહ્યું છે. અગાઉ જળવાહન જળની સપાટી ઉપર ચાલતું હતું. પરંતુ એક આંધી આવી અને તે ઉછળતા તરંગોના શિખર ઉપર ચાલવા લાગ્યું. પાણીની ભરતી જળવાહનને આકાશ તરફ ઉછાળી રહી છે. આજે પણ જ્યારે સમુદ્રમાં ભારે ભરતી કે તોફાન આવે છે ત્યારે નૌકાઓ આકાશ તરફ ઉછળવા લાગે છે, સમુદ્રમાં ડૂબી જાય છે. યાત્રીઓ સમુદ્રમાં સમાઈ જાય છે. જે તરવાનું જાણતો હોય તે કદાચ બચી શકે છે. માનતુંગ કહી રહ્યા છે કે આવા સંજોગોમાં જ્યારે વ્યક્તિ મોત અને જીવન વચ્ચે ઝોલા ખાતી હોય ત્યારે આપનું સ્તવન તેને કોઈપણ ત્રાસ વગર સકુશળ મંજિલ સુધી પહોંચાડી દે છે.
અંભોનિધો સુભિતભીષણનકચક્રપાઠીનપીઠભયદોÓણવાડવાન્નો, રંગત્તરંગશિખરસ્થિતયાનપાત્રા
સ્ત્રાસ વિહાય ભવતઃ સ્મરણાદ્ વ્રજન્તિ // આ સ્તુતિ સમજાય તેવી સ્તુતિ છે. વિપ્ન આવે, સ્તુતિ કરવામાં આવે અને વિપ્ન ટળી જાય. આ સ્તુતિના આલોકમાં હવે યુદ્ધના સંદર્ભને આપણે અવલોકીએ. આપની સ્તુતિ કરનાર યુદ્ધના જોખમને પાર કરી જાય છે. જે વ્યક્તિ આક્રમણની વાત વિચારે છે, કે મારી પાસે મંત્રની શક્તિ છે, સ્તુતિ અને ભક્તિની શક્તિ છે, હું ઇચ્છું તે કરી શકું તેમ છું - તે વ્યક્તિ પોતે જ પોતાનું અનિષ્ટ કરી બેસે છે. જૈન તીર્થકરોનાં સમવસરણમાં, તેમના પરિપાર્શ્વમાં આવી ચિંતનધારા જાગતી નથી. બીજાનું અનિષ્ટ કરવું, આક્રાન્તા બનવું અને વિજયની આકાંક્ષા સેવવી એ તો અહિંસા ધર્મથી સર્વથા પ્રતિકૂળ આચરણ છે. ઇચ્છનીય આચરણ તો એ છે કે જે વિઘ્ન આવી ગયું, કોઈકે યુદ્ધ લાદી દીધું ત્યારે વ્યક્તિ તેનાથી પોતાનું રક્ષણ કરે. આક્રમણકર્તાને સફળ ન થવા દેવો. સ્તુતિ એવા કાર્યમાં સહાયક બને છે. જેથી વિપ્નનું નિવારણ સહજ-સાધ્ય બની જાય છે.
પ્રાચીનકાળની એક ઘટના છે. તામ્રલિપ્તિ નગર, જેને કલકત્તા કહી શકાય, તેના એક જૈન શ્રાવકે વિચાર્યું કે હું લંકા જાઉં અને વેપાર કરું. તે વખતે ઘણા બધા લોકો કરિયાણાનો સામાન લઈને જતા અને લંકામાં વેપાર કરતા. ખૂબ કમાણી થતી. લોકો ધનવાન બની જતા. જૈન શ્રાવકે વ્યવસાય માટે સમુદ્ર ૧૫૪. ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ પણ કરી શકાય , તો ભitદીકાકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org