________________
આચાર્ય માનતુંગ કહે છે કે ત્રણે જગતનો ઈશ્વર હોઈ શકે છે. અત્યાર સુધી નિષેધની ભાષા હતી કે ત્રણેય જગતનો ઈશ્વર કોઈન હોઈ શકે, પરંતુ જ્યારે અનેકાન્તની ભાષા છે, સાપેક્ષતા છે, ત્યાં એક સમાધાન છે કે હોઈ શકે છે. તેનું ખૂબ સુંદર સમાધાન અધ્યાત્મના આચાર્ય આપ્યું – તમે અકિંચન બની જાવ, મારું કાંઈ જ નથી – એ સચ્ચાઈને આત્મસાત કરી લો તો તમે ત્રણે લોકના નાથ બની રહેશો. જ્યાં મારું કંઈક છે એવી વાત હોય ત્યાં મર્યાદા આવી જશે. મારું ઘર છે. એમ કહેવાથી તમે ઘર પૂરતા સીમિત બની જાવ છો.“મારું ગામ છે.' એમ કહેવાથી તમે ગામ પૂરતા સીમિત બની જાવ છો. “મારો પ્રાંત છે', “મારું રાષ્ટ્ર છે” – એમા પ્રાંત અને રાષ્ટ્રની સીમામાં બધાઈ જવાય છે. આ બધી સીમાઓ છે. તમે પરિગ્રહ કરી લીધો, તમારી પાસે કંઈક છે તો તમે તેની સીમામાં બંધાઈ ગયા. તમારી પાસે કાંઈ જ નથી તો તમે નિ:સીમ બની ગયા, બધું જ તમારું થઈ ગયું.
એક રાજાના મનમાં વિકલ્પ જાગ્યો કે હું ગુરુ બનાવું. પ્રશ્ન એ થયો કે ગુરુ કોણ બનશે? રાજાએ કહ્યું ગુરુ તે બનશે કે જેનો આશ્રમ સૌથી મોટો હોય. જાહેરાત કરી દેવામાં આવી કે રાજા ગુરુ બનાવશે અને તેને ગુરુ બનાવશે કે જેનો આશ્રમ સૌથી મોટો હશે. સ્પર્ધા થઈ ગઈ. રાજાના ગુરુ બનવાની લાલસા સૌ કોઈને જાગી. સેંકડો સાધુ-મહાત્માઓ, સંન્યાસીઓ આવી ગયા. રાજાએ કહ્યું, મહારાજ ! કહો.
એક જણ બોલ્યો, મારો આશ્રમ પચાસ એકરમાં પથરાયેલો છે. બીજાએ કહ્યું, મહારાજ ! મારો આશ્રમ સો એકરમાં પથરાયેલો છે. ત્રીજો બોલ્યો, મારો આશ્રમ બસો એકરમાં પથરાયેલો છે. ચોથો બોલ્યો, મારો આશ્રમ પાંચસો એકરમાં પથરાયેલો છે. પાંચમો બોલ્યો, મારો આશ્રમ હજાર એકરમાં પથરાયેલો છે.
સૌએ પોતપોતાનાં વખાણ કરી દીધાં. હજાર એકરવાનો સૌથી મોટો બની ગયો. સૌએ વિચાર્યું કે આના કરતાં મોટો આશ્રમ કોઈનો નથી. આ જ રાજાનો ગુરુ બનશે. એક સંન્યાસી એમ જ બેસી રહ્યો. તે કાંઈ જ ન બોલ્યો. રાજાએ કહ્યું, મહારાજ ! આપ પણ બોલો, આપની પાસે શું છે ?
તે બોલ્યો, રાજન્ ! હું અહીં બતાવી શકતો નથી, આપ મારી સાથે ચાલો.
રાજા તેની સાથે ગયો. સંન્યાસી રાજાને જંગલમાં લઈ ગયો. ગાઢ જંગલ, માત્ર જંગલ જ જંગલ ! ન કોઈ મકાન, ન બીજું કાંઈ ! વડનું એક મોટું ઝાડ હતું. સંન્યાસી તેની નીચે જઈને બેસી ગયો અને બોલ્યો, આ મારો આશ્રમ છે.
ા ભકત્તામર : અંતસ્તલનો સ્પ
પપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org