________________
રાજા બોલ્યો, મહારાજ ! આપનો આશ્રમ કેટલો મોટો છે ?
સંન્યાસી બોલ્યો, જેટલું મોટું ઉપર આકાશ અને જેટલી મોટી નીચે ધરતી એટલો મોટો મારો આશ્રમ છે, તેની સીમા નથી.
રાજા તેનાં ચરણોમાં પડ્યો. બોલ્યો, આપ મારા ગુરુ છો. હું આપનો શિષ્ય છું.
સૌ જોતાં જ રહી ગયાં.
ગુરુ એ બની શકે છે કે જેની પાસે કાંઈ જ ન હોય. સો એકર જમીન હોય અથવા પાંચસો એકર જમીન હોય, આખરે તો મર્યાદા છે. મારી પાસે કાંઈ જ નથી, એક ફૂટી કોડી પણ નથી, એક ઈંચ જમીન પણ નથી. કશું જ મારું નથી. હું અકિચન છું. હકીકતમાં આવી વ્યક્તિ જ ત્રણે લોકની અધિપતિ બની શકે છે.
અકિચનોહસિત્યાસ્વ, રૈલોક્યાધિપતિર્ભવતી
યોગીગમ્યમિદ તથ્ય, રહસ્ય પરમાત્મનામ્ // જેણે સર્વસ્વ ત્યજી દીધું, તે સૌનો નાથ બની ગયો. જેણે કંઈક લીધું તે અનાથ બની ગયો. આ પરમાત્માનું યોગીગમ્ય રહસ્ય છે. આ સંદર્ભમાં જોઈએ તો માનતુંગસૂરિનું વચન કેવું સચોટ છે ! તેઓ કહે છે કે, ભગવાન ! આપ ત્રણે જગતના ઈશ્વર કેમ છો. આપ રાજા હતા. આપે રાજ્ય છોડી દીધું. આપે વિનીતા નગરીને છોડી દીધી. આપે પરિવારને છોડી દીધો. ધન, ધાન્યને છોડીને માત્ર અકિંચન બનીને આપ વિનીતાની બહાર નીકળ્યા અને ત્રિલોકના ઈશ્વર બની ગયા.
આપના ગુણોએ એક નાથનો આશ્રય લીધો, શરણ સ્વીકાર્યું. તે નાથ પણ કેવો સમર્થ કે જે ત્રણે લોકનો અધિપતિ છે ! તેનું શરણ ગુણોએ લઈ લીધું. હવે તે ગમે ત્યાં જાય, તેમને કોણ રોકી શકે ? કોણ સીમા બતાવશે કે અહીં ન આવશો ? ગુણોનો પ્રવેશ કોણ નિષિદ્ધ કરશે ? દરેક જગાએ ત્રણે લોકમાં આપની જે વિશેષતા છે, તે એકછત્ર ચાલી રહી છે અને તે ગુણોએ આપનું શરણ લઈ લીધું છે. જ્યાં ઈચ્છા થાય ત્યાં સંચાર કરી રહ્યા છો. કોઈ પણ તેમને નિવારણ કરનાર, રોકનાર નથી. કોઈ એમ પૂછનાર નથી કે તમે ક્યાં જઈ રહ્યા છો. કોઈ અવરોધ નથી.
આ અત્યંત મહત્ત્વપૂર્ણ વાત છે કે, તમામ ગુણો આકિચન્યમાંથી નીકળે છે. સર્વત્ર આપના ગુણ સંચારી બની ગયા છે. તેનું કારણ એ છે કે તે ગુણો આચિન્યમાંથી નીકળેલા છે. દસ ધર્મોમાં એક ધર્મ છે અકિચનતા – આકિચન્ય. અકિચન એ છે કે જે પૂર્ણ અપરિગ્રહી છે. તેનામાં ગુણોનો વિકાસ થાય છે. એનું તાત્પર્ય છે – ગુણોનો વિકાસ ત્યાગમાંથી થાય છે. એક પ્રસિદ્ધ સૂક્ત ચાલે છે – પ૬પ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org