________________
ભોગી ભેગું કરે છે અને યોગી છોડે છે. જ્યાં ભોગ છે, કાંચનય છે, ત્યાં ભેગું કરવાની વાત આવી જાય છે – એકઠું કરો, ખજાનો ભરો. જ્યાં ત્યાગ છે, યોગ છે ત્યાં વહેંચવાની, વિખેરવાની વાત આવશે. તે ગુણ આચિન્યમાંથી પ્રગટ થયેલા છે, તેથી પ્રસરણધર્મા છે, પ્રસરનારા છે. તે સંસારમાં પ્રસરી રહ્યા છે, તેમને કોઈ રોકી શકતું નથી.
આચાર્યે ભગવાન શ્રઋષભની સ્તુતિના બહાને એક દાર્શનિક સત્યનું ઉદ્ઘાટન કરી દીધું - જ્યાં જ્યાં ગુણ દેખાય છે, તે બધા ત્યાગમાંથી ઉપજેલા ગુણો છે. જ્યાં ત્યાગ નથી, આકિચન્ય નથી, ત્યાં ગુણ નહિ, દોષ આવી જશે. વર્તમાનની સમસ્યાને એક જ શબ્દમાં રજૂ કરવી હોય તો કહી શકાય કે સૌથી મોટી સમસ્યા ભેગું કરવાની સમસ્યા છે, પરિગ્રહની સમસ્યા છે. કોઈ પણ ક્ષેત્રમાં જુઓ તો આ એક મોટી સમસ્યા છે તેથી જે ગુણવત્તા છે તેનો લાસ થઈ રહ્યો છે. આજે ગુણાત્મક વિકાસનો, જીવનમૂલ્યોના વિકાસનો સ્વર મુખર થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે આકિચન્ય ઘટી રહ્યું છે, અકિચનતા પ્રત્યે આપણી આસ્થા ઘટી રહી છે. જૈન દર્શનનું સૌથી મોટું સાધનાસૂત્ર છે - આકિંચ, શરીરના મમત્વનું વિસર્જન અને શરીરના મમત્વનો ત્યાગ. અહીંથી આકિચન્ય શરૂ થાય છે.
ભગવાન ઋષભનું જે વર્ણન કરવામાં આવ્યું છે, તે એક યોગીનું વર્ણન છે. ઋષભ શરીર પ્રત્યે એટલા બધા નિરપેક્ષ અને ઉદાસીન રહેતા હતા કે શરીરની કશી જ સાર-સંભાળ લેતા નહોતા. તેઓ ન તો આંખોની સંભાળ લેતા કે ન શરીરની સંભાળ લેતા કે ન મજ્જાની સંભાળ લેતા. માત્ર આત્મવિદ્યા અને યોગવિદ્યામાં લીન રહેતા. તેમણે પોતાના પુત્રોને પણ આત્મવિદ્યાનું સૂત્ર આપ્યું. તેમના પુત્રો આત્મવિદ્યામાં વિશારદ બની ગયા. આ આત્મવિદ્યાનું વર્ણન આચાર્યે આ શ્લોકમાં કર્યું છે. ઋષભે આત્માને એટલો સમજ્યો કે તે આત્માની સમજમાંથી ત્યાગ નીકળ્યો, સાધના નીકળી, સંયમ નીકળ્યો. આ તમામ ગુણ નીકળ્યા. જે સંસારમાં હવે પ્રસરી રહ્યા છે, વ્યાપ્ત થઈ રહ્યા છે.
ગુણોનો મૂળ સ્ત્રોત છે – ઋષભ. ઋષભની પૂર્વે કોઈએ આત્મા ઉપર કોઈ પ્રવચન કર્યું નથી. આત્માના અસ્તિત્વને સ્થાપિત કર્યું નથી. ઋષભે જ આ બધું કર્યું હતું, તેથી તમામ ગુણોનો ઉદ્દગમસ્રોત ઋષભ છે. જ્યાં પણ આજે આત્માની ચર્ચા થઈ રહી છે, પુનઃજન્મ અને કર્મવાદની ચર્ચા ચાલી રહી છે, અધ્યાત્મની ચર્ચા ચાલી રહી છે, ત્યાં તે તમામની પૃષ્ઠભૂમિમાં ઋષભ વિદ્યમાન છે. એમ માનવું જોઈએ કે ઋષભ સિવાય કોઈ ચર્ચા થઈ શકે તેમ નથી. તેથી માનતુંગસૂરિનું એ વક્તવ્ય સાર્થક છે કે આ તમામ ગુણોએ એક એવા નાથની પસંદગી કરી લીધી કે જે સમર્થ છે. સમર્થ નાથનો સેવક પણ સમર્થ હોય છે. કી વાર મારા વાળ કરી જાતિ કી " . ભકતામર અંતસ્તલનો સ્પર્શ ૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org