________________
ઘણાં વર્ષો વીતી ગયાં. એક દિવસ સંધ્યાના સમયે મોટો ભાઈ દુકાનેથી આવ્યો. તેના હાથમાં બે લાડવા હતા. ડાબા હાથમાં જે લાડવો હતો તે થોડોક મોટો હતો અને જમણા હાથમાં જે લાડવો હતો તે થોડોક નાનો હતો. સંયોગવશાત ડાબા હાથ તરફ ખેડૂત ભાઈનો પુત્ર આવી ગયો અને જમણા હાથ તરફ પોતાનો પુત્ર આવી ગયો. પક્ષપાતનું કિરણ પ્રગટી ગયું. તેણે ડાબા હાથનો લાડવો પોતાના પુત્ર તરફ કરી દીધો અને જમણા હાથનો લાડવો નાના ભાઈના પુત્ર તરફ કરી દીધો. કિસાન ભાઈએ જોયું કે મોટા ભાઈની દાનત બદલાઈ ગઈ છે. તટસ્થતા અને સમાનતાની વાત સમાપ્ત થઈ ગઈ છે. તે તરત જ મોટા ભાઈની પાસે ગયો અને બોલ્યો, “ભાઈ ! હવે વહેંચણીનો સમય આવી ગયો છે. હવે મારે તમારી સાથે નથી રહેવું.” જમીન-જાયદાદના ભાગલા પડી ગયા.
જ્યાં પક્ષપાત હોય છે ત્યાં વિષમતા હોય છે, ત્યાં ભાગલા પડી જાય છે. જ્યાં વિષમતા છે ત્યાં ગુણોને પણ સ્થાન મળી જાય છે અને દોષોને પણ સ્થાન મળી જાય છે. ભગવાન આદિનાથ વીતરાગ બની ગયા. તેમણે માત્ર સમતા અને તટસ્થતાને આશ્રય આપ્યો. જ્યાં સમતા છે ત્યાં તમામ ગુણો આવી જાય છે. તે ગુણો દ્વારા આપના આત્માનો કણેકણ સભર થઈ ગયો. દોષો માટે ક્યાંય કોઈ અવકાશ ન રહ્યો. તેથી મારા માટે એ આશ્ચર્યની વાત નથી કે આપની પાસે દોષો ન આવ્યા, તેમણે આપની તરફ જોયું પણ નહિ. હકીકતમાં આપની વીતરાગતા જ એવી છે કે તેમાં માત્ર ગુણો માટે જ અવકાશ છે, દોષો માટે કોઈ અવકાશ નથી.
વીતરાગતાની કાવ્યાત્મક ભાષામાં સ્તુતિ કર્યા પછી માનતુંગ શરીરની વિશેષતા બતાવે છે. એ વાત અગાઉ પણ કહેવાઈ ચૂકી છે કે આપ વીતરાગ છો, એ વાત આપનું શરીર જ બતાવી રહ્યું છે. આપની આકૃતિમાં વીતરાગતા ઝળકી રહી છે. જ્યાં કષાય શાંત હોય, ત્યાં શાંતિની ઝલક હોય છે. જ્યાં આવેશ હોય, ત્યાં ઉત્તેજના અને તનાવની ઝલક હોય છે. જો મૂળમાં કષાયનો અગ્નિ પ્રજળી રહ્યો હોય તો શરીરરૂપી વૃક્ષ ક્યાં સુધી હર્યુંભર્યું રહી શકે? મૂળની આગ હર્યાભર્યા વૃક્ષને પણ બાળીને રાખ કરી મૂકે છે.
પ્રસ્તુત સંદર્ભમાં માનતુંગ કહે છે કે આપના શરીર ઉપર અશોકનું વૃક્ષ છે. રૂપનો અર્થ છે – શરીર. તીર્થંકરનું એક પ્રતિહાર્ય માનવામાં આવે છે – અશોકવૃક્ષ. કેવળજ્ઞાન થયા પછી તીર્થકર જ્યાં જ્યાં બેસે છે, ત્યાં ત્યાં એક નિશ્ચિત ઊંચાઈ ઉપર અશોકવૃક્ષ અવતરિત થઈ જાય છે. માનતુંગસૂરિએ આ આઠ પ્રતિહાર્યોમાંથી માત્ર એક પ્રતિહાર્યનો આ શ્લોકમાં ઉલ્લેખ કર્યો છે –
૧૦૮ ભક્તામર: અંતસ્તલનો સ્પર્શ
ફરી પાછા
જેવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org