________________
અશોકવૃક્ષ પ. દિવ્ય પુષ્પવૃષ્ટિ ૬. દિવ્ય ધ્વનિ ૭. દેવદુભિ ૮.
સિંહાસન ભામંડળ ચામર આતપત્ર
૩. ૪.
આ આઠ અતિશય તીર્થકરના છે. માનતુંગસૂરી અશોકવૃક્ષનો ઉલ્લેખ કરતાં કહે છે કે આપણું શરીર અશોકવૃક્ષથી સંશ્રિત છે. આપના શરીરના ઉપરના ભાગમાંથી કિરણો પ્રગટી રહ્યાં છે. મહાપુરુષોનાં ચિત્રોમાં માથાની પાછળ એક આભાનું વલય દર્શાવવામાં આવે છે, જેને ભામંડળ (હેલો) કહેવામાં આવે છે. એક આભાનું વલય હોય છે, શરીરની ચારે તરફ. જેને આભામંડળ (ઓરા) કહેવામાં આવે છે. આભામંડળ એટલે શરીરનો ઉપરનો ભાગ. આપના ભામંડળમાંથી કિરણો પ્રગટી રહ્યાં છે. એ વાત “ઉન્મયૂખ' શબ્દ દ્વારા કહેવામાં આવી છે. આપના મસ્તિષ્કના પાછળના ભાગમાંથી જે કિરણો પ્રગટી રહ્યાં છે તેમના દ્વારા આપનું શરીર અત્યંત શોભી રહ્યું છે. આપના સમગ્ર શરીરમાંથી કિરણો પ્રગટી રહ્યાં છે, આપના આભામંડળમાંથી પણ કિરણો પ્રસ્ફટિત થઈ રહ્યાં છે. જેવી રીતે સૂર્યમંડળમાંથી કિરણો ફૂટે છે તેવી જ રીતે આપના શરીરની ચારે તરફ કિરણો પ્રસ્ફટિત થઈ રહ્યાં છે. આપના શરીરમાંથી નીકળતાં કિરણોએ, ભામંડળીય અને આભામંડળીય કિરણોએ અંધકારના સામ્રાજ્યનો અસ્ત કરી દીધો છે.
આભામંડળ એટલું બધું શક્તિશાળી હોય છે કે તેને કારણે આસપાસનો અંધકાર નાશ પામે છે. આંતરિક વ્યક્તિત્વ જેટલું નિર્મળ હોય છે એટલું જ આભામંડળ પ્રભાવશાળી અને પવિત્ર હોય છે અને એટલો જ પ્રકાશ પથરાઈ જાય છે. માનતુંગ આ વાત એક ઉદાહરણ દ્વારા સમજાવે છે – ભંતે ! આપ બેઠેલા એવા લાગો છો કે જાણે ચારે તરફ કાજળકાળાં વાદળો હોય અને વચ્ચે સૂર્ય પોતાની પ્રભા દ્વારા દીપ્તિમાન થઈ રહ્યો હોય ! તમાલપત્રની જેમ શ્યામલ આભાવાળાં વાદળોની વચ્ચે જેવી રીતે સૂર્ય પ્રતિભાષિત થાય છે તેવી જ રીતે અશોકવૃક્ષની નીચે આપ સુશોભિત લાગો છો. સ્તુતિકારે કેવી સુંદર ઉપમા આપી છે – કાજળકાળાં વાદળો વચ્ચે ચમકતો સૂરજ ! અશોકવૃક્ષનો રંગ ઘેરો નીલો હોય છે. તે વાદળ જેવો કાજળકાળો છે. તેની નીચે એક સૂરજ ચમકી રહ્યો છે. તે કાળા વૃક્ષની નીચે, અશોકવૃક્ષના સંશ્રયમાં આપનું આ પ્રકાશમય શરીર દીપ્તિમાન બની રહ્યું છે. જેવી રીતે પયોધરવર્તી – કાળાં વાદળો પાસે રહેતો સૂરજ વિશેષ દીપ્તિમાન બને છે તેવી જ રીતે શ્યામલ અશોકવૃક્ષના સંશ્રયમાં આસીન આપનું એ સૂર્યરૂપી શરીર ચમકી રહ્યું છે. માનતુંગે આ
છે
જ ,
કો કર લી 17 દિવસના ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૦૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org