________________
કાવ્યમાં આદિનાથના શરીરાતિશયનું વર્ણન કર્યું છે, પવિત્ર ભામંડળ અને આભામંડળની સ્તુતિ કરી છે –
ઉચ્ચેરશોકતરુસંશ્રિતમુન્મયુખમાભાતિ રૂમમલ ભવતો નિતાંતમ્ . સ્પષ્ટોલ્લસતકિરણમસ્તમોવિયાનમ
બિલ્બ રવેરિવ પધરપાર્થવર્તિ // ભામંડળ અને આભામંડળ દ્વારા જ વ્યક્તિત્વની સાચી ઓળખ થાય છે. પ્રાચીન કાળમાં યોગીઓ શિષ્ય બનાવતા ત્યારે તેઓ વ્યક્તિના રંગરૂપને જોતા નહોતા, આકૃતિ અને બનાવટને જોતા નહોતા. તેઓ એ પણ નહોતા જોતા કે અમુક વ્યક્તિ કાળી છે કે ગોરી છે ? સુંદર છે કે અસુંદર છે ? તેઓ તો એ જોતા હતા કે વ્યક્તિનું આભામંડળ કેવું છે ? તેઓ આભામંડળના આધારે એ પરીક્ષા કરતા કે વ્યક્તિ શિષ્ય બનવા માટે યોગ્ય છે કે નહિ. આભામંડળનું આ વિજ્ઞાન વાસ્તવમાં વ્યક્તિત્વના વિશ્લેષણનું વિજ્ઞાન છે. મારા એક પુસ્તકનું નામ છે – “આભામંડળ'. ગુજરાતના પ્રસિદ્ધ નાટકકાર ચં. ચી. મહેતાએ તે વાંચ્યું. તેમણે ભાવવિભોર થઈને કહ્યું કે, “મેં મારા જીવનમાં હજારો પુસ્તકો વાંચ્યાં છે. અત્યારે પણ હું રોજ નવાં નવાં પુસ્તકો વાંચુ છું. તેમાંથી મને ઘણું બધું જ્ઞાન મળ્યું છે, પરંતુ “આભામંડળ” દ્વારા જેવું જ્ઞાન મળ્યું તેવું અન્યત્ર ક્યાંયથી નથી મળ્યું !'
જેને આભામંડળનું જ્ઞાન થઈ જાય છે તે ઘણું બધું જાણી લે છે. આજે ચિકિત્સાના ક્ષેત્રમાં ડાયગ્નોસિસનાં અનેક સાધનો વિકસિત થઈ ગયાં છે. પરંતુ આભામંડળમાં જે પ્રામાણિકતા છે તે કદાચ અન્ય કોઈ સાધનમાં નથી. એક આંગળી અથવા અંગૂઠાના આભામંડળનો ફોટો લેવામાં આવે છે અને તેના આધારે દર્દીનું સંપૂર્ણ નિદાન કરી લેવામાં આવે છે. એ ખબર પડી જાય છે કે કઈ બીમારી છે. શરીર, મન અને ભાવના આરોગ્યનું રહસ્ય છે - પવિત્ર આભામંડળ.
- આચાર્ય માનતુંગે ઋષભની આ વિશેષતાના રેખાંકિત કરતાં કહ્યું, - આપનું શરીર કેવું છે તે આપનું આભામંડળ દર્શાવી રહ્યું છે. આ જગતમાં તીર્થકર જેવું સુંદર અન્ય કોઈ નથી. તે એટલા માટે નથી કે તેમના જેવું ભામંડળ અને આભામંડળ અન્ય કોઈને મળ્યું નથી. અનેક લોકો ખૂબ સુંદર કહેવાય છે, પરંતુ તેમના સૌંદર્યનું કારણ સુંદર રંગરૂપ હોય છે, આભામંડળ નથી હોતું. આપણે એવા લોકોને જોયા છે કે જેમનાં રંગરૂપ ખૂબ સુંદર લાગે છે પરંતુ તેમની પાસે જઈને બેસીએ તો આપણું મન વિશાદથી છલકાઈ જાય છે, આપણા મનમાં નિષેધાત્મક ભાવો પ્રગટ થાય છે. તે વ્યક્તિની પાસે બેસવાનું મન નથી થતું. ૧૧૦ ભકતામર : અંતસ્તલનો સ્પર્શ
કરી છે,
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org