________________
બૌદ્ધિક પરંપરામાં એક પૌરાણિક પરંપરા છે, જેને માઈથોલોજી કહેવામાં આવે છે. આ પરંપરામાં ત્રણ દેવ માનવામાં આવ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ (શંકર). આચાર્ય માનતુંગે ઋષભને “શંકર' શબ્દ દ્વારા સંબોધિત કરતાં કહ્યું કે, આપ શંકર છો. તેનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે આપ ત્રણે લોક માટે કલ્યાણકારી છો, તેથી આપ શંકર છો. ઋષભની શંકર સ્વરૂપે સ્તુતિ કરી રહ્યા છે, પરંતુ તે સ્તુતિમાં પણ એક ધ્વનિ છે. સંસ્કૃત સાહિત્યમાં ધ્વનિકાવ્ય અને વ્યંગકાવ્યનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જ્યાં અભિધા અને લક્ષણા દ્વારા કોઈ અર્થ ન થતો હોય ત્યાં વ્યંજના દ્વારા અર્થ વ્યક્ત થાય છે. એક કાવ્ય એ છે કે જેમાં વ્યંજનામાં, શબ્દોમાં કશું જ નથી. શબ્દો જુદી જ વાત કરી રહ્યા છે અને ધ્વનિ કંઈક બીજો જ નીકળી રહ્યો છે, અર્થ કંઈક બીજો જ ધ્વનિત થઈ રહ્યો છે. આજકાલ અખબારોમાં વ્યંગ્ય પ્રગટ થાય છે. તેમના શબ્દોમાં કશું જ નથી હોતું, પરંતુ તેમાંથી જે ધ્વનિ નીકળે છે, તે વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય છે. કુશળ વ્યક્તિ એવા શબ્દનો પ્રયોગ કરે છે કે પોતાની વાત પણ કહી દે છે અને છતાં ક્યાંય ફસાતી નથી.
એક યુવાન વિદ્વાન જઈ રહ્યો હતો. એક યુવાન સ્ત્રીએ તેને જોયો. તેનું મન ચંચળ અને કામુક બની ગયું. તેણે વિચાર્યું કે હું કઈ રીતે મારા મનની વાત રજૂ કરું ? તેણે એ વિદ્વાનને સંબોધિત કરતાં કહ્યું કે –
“હે મુસાફર ! તમારી પાસે પુસ્તકો છે. તમે એ કહો કે તમે વૈદ્ય છો કે ગણિતશાસ્ત્રી છો ? જો વૈદ્ય હોવ તો એ કહો કે મારી સાસુ આંધળી છે, તે કઈ ઔષધિ દ્વારા દેખતી થઈ શકશે ? જો તમે જ્યોતિષી હોવ તો એ કહો કે દીર્ઘકાળથી પ્રવાસી મારો પતિ ક્યારે પાછો ફરશે ?
આ શબ્દોનો અર્થ કરીએ તો કશું જ સમજાશે નહિ. પરંતુ આ શબ્દોમાંથી જે ધ્વનિ નીકળે છે, તેમાં પથિકને આમંત્રણ છે. તે ધ્વનિ કંઈક આવો છે – હે મુસાફર ! મારી સાસુ આંધળી છે અને મારો પતિ પરદેશ ગયેલો છે. હું ઘરમાં એકલી છું. તું મારા ઘેર આવી શકે છે અને રોકાઈ શકે છે.
ધ્વનિકાવ્ય ખૂબ મહત્ત્વપૂર્ણ કાવ્ય માનવામાં આવે છે. આચાર્ય માનતુંગ ઋષભની બુદ્ધ અને શંકર રૂપે સ્તુતિ કરી રહ્યા છે, તે સ્પષ્ટ છે. પરંતુ સ્તુતિમાં પ્રયુક્ત શબ્દોમાંથી જે ધ્વનિ નીકળી રહ્યો છે તે અસ્પષ્ટ છે. તે ધ્વનિ એ છે જેમણે ક્ષણિકવાદનું પ્રવર્તન છે, તેમને હું બુદ્ધ માનવા તૈયાર નથી. હકીકતમાં બુદ્ધ આપ છો, જેમણે પરિણામી – નિત્યવાદનું પ્રવર્તન કર્યું છે. શિવ-શંકર ચ છે કે જે કલ્યાણ કરનાર હોય. પૌરાણિક માન્યતા છે કે શિવનું કાર્ય છે સૃષ્ટિન સંહાર. માનતુંગ કહે છે કે જે વ્યક્તિ સૃષ્ટિનો સંહાર કરનાર હોય તે શંકરને શંક ૯૮ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ કરવા ના કાકા
છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org