________________
‘ઈધણ કયું છે ?’ કર્મ ઇંધ છે.’
‘શાંતિપાઠ કયો છે ?’
‘સંયમની પ્રવૃત્તિ શાંતિપાઠ છે.’
ભગવાન મહાવીરે આ અહિંસક હોમમાં જ્યોતિ, જ્યોતિસ્થાન, ઇંધણ, ાંતિપાઠ વગેરે શબ્દોનો સ્વીકાર કર્યો છે. શબ્દ તો એ જ રહે છે પરંતુ અર્થ બદલાઈ જાય છે, તાત્પર્ય બદલાઈ જાય છે. આચાર્ય માનતુંગે પણ એ જ પરંપરાનું અનુસરણ કર્યું. માનતુંગે કહ્યું કે આપ બુદ્ધ છો, તેનું કારણ શું છે ? સમજદાર માણસ કોઈ વાત કહે તો તે સહેતુક હોવી જોઈએ, અહેતુક નહિ. જેની પાછળ સ્પષ્ટ હેતુ અને તર્ક હોય છે એ જ અર્થ હૃદયંગમ બની શકે છે. હેતુ એ છે કે વિબુધ દ્વારા અર્ચિત બુદ્ધિઓને કારણે આપ બુદ્ધ છો. વિબુધાર્ચિત એટલે દેવો દ્વારા અર્ચિત એવો પણ અર્થ થઈ શકે છે અને વિદ્વાનો તથા ગણધરો દ્વારા અર્ચિત એવો અર્થ પણ થઈ શકે છે. પ્રસ્તુત સંદર્ભમાં ગણધરનો અર્થ ઇષ્ટ છે. મહાન ગણધરો દ્વારા અર્ચિત છે આપની બુદ્ધિનો બોધ-પ્રકાશ. બુદ્ધિ હોવી એ એક વાત છે અને બુદ્ધિનો પ્રકાશ હોવો એ બીજી વાત છે. આગમના મર્મને જાણનાર એ જાણે છે કે જ્ઞાન અને ઉપયોગ બે અલગ બાબતો છે, જ્ઞાન અલગ છે અને ઉપયોગ અલગ છે. કોઈ સાધુને હજારો શ્લોક કંઠસ્થ છે. અભિધાન ચિંતામણિ નામમાળા કંઠસ્થ છે. દસ વૈકાલિક કંઠસ્થ છે. પ્રશ્ન થાય કે શું વાસ્તવમાં તે કંઠસ્થ છે ? તેઓ સ્મૃતિ પ્રકોષ્ઠમાં સંચિત છે, પરંતુ ઉપયોગમાં નથી. ત્યારે યાદ આવશે કે જ્યારે આપણે ઉપયોગ કરીશું. દસ વૈકાલિક પ્રથમ પદ્ય કયું છે ? તે જ્યારે ઉપયોગ કરીશું ત્યારે યાદ આવશે. આપણે વાંચ્યું છે, આપણને ખબર પણ છે, પરંતુ ઉપયોગ વગર કશા કામનું નથી. જ્યારે બુદ્ધિનો બોધ એટલે કે પ્રકાશ થઈ જાય ત્યારે ઉપયોગ મૂકવાની જરૂર રહેતી નથી. જ્યાં માત્ર જ્ઞાન છે ત્યાં અભીક્ષ્ણ જ્ઞાનોપયોગ છે. છદ્મસ્થ અને કેવલીમાં એ જ તો તફાવત છે ! છદ્મસ્થનું જ્ઞાન ઉપયોગ-સાપેક્ષ હોય છે અને કેવલીનું જ્ઞાન ઉપયોગ-નિરપેક્ષ હોય છે. પ્રતિક્ષણ જ્ઞાનોપયોગ ચાલ્યા કરે છે. કોમ્પ્યુટરની જેમ ઈનપુટ અને આઉટપુટની જરૂર પડતી નથી. તે નિરંતર જાગૃત રહે છે. માનતુંગના કથનનો આશય એ જ છે કે આપમાં બુદ્ધિનો બોધ સદા પ્રગટ રહે છે. તેથી આપ બુદ્ધ છો. હકીકતમાં બુદ્ધ કેવલીને જ માનવા જોઈએ. જેનામાં બુદ્ધિનો પ્રકાશ નિરંતર રહેતો હોય, જ્ઞાનનો સૂર્ય ક્યારેય અસ્ત પામતો ન હોય, ક્યારેય કોઈ વાદળ આડે આવતું ન હોય એ જ બુદ્ધ હોય છે. માનતુંગે પોતાની મેધા દ્વારા બુદ્ધ શબ્દને નવા રૂપમાં રજૂ કરીને ભગવાન ઋષભની સ્તુતિ કરી છે. પ્રચલિત શબ્દના નવા અર્થની શોધનું આ એક નિદર્શન છે.
જ
આ ભક્તામર ઃ અંતસ્તલનો સ્પર્શ = ૯૦
:
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org