________________
તેમને મૂર્ણિત કોણે કર્યા? શું હરિકેશબલે કર્યા? એ તો મુનિની સેવામાં રહેતા યક્ષની કરામત હતી.
જે સિદ્ધયોગી હોય છે, જેમની સાધના પ્રબળ હોય છે તેમના પરિપાર્શ્વમાં કેટલાક વિશિષ્ટ ચમત્કારો પણ થાય છે. તે યોગી ચમત્કાર નથી બતાવતા, છતાં ચમત્કાર થતા હોય છે. યોગનો મહિમા પારિણામિક ભાવ દ્વારા થાય છે. જો આપણે એમ ન માનીએ કે અતિશય દેવકૃત હોય છે તો એમ પણ માની શકાય કે તે સ્વતઃ પરિણમન થકી થાય છે.
ઓગણીસમી-વીસમી શતાબ્દીની ઘટના છે. સ્વામી વિશુદ્ધાનંદજી અને તેમના શિષ્ય ગોપીનાથને સૂર્યની વિદ્યા સિદ્ધ હતી. એક વિદેશી રાજા આવ્યો. કવિરાજ સામે એક કિલો વજનનો પથ્થર મૂકી દીધો. કવિરાજે પૂછ્યું, શું ઇચ્છો છો ? વિદેશીએ કહ્યું, ગુલાબનું ફૂલ. તેમણે બેચાર મિનિટ આંગળીઓને વિશિષ્ટ પ્રકારથી મેળવી, કંઈકમંત્રઉચ્ચાર્યો. પથ્થર ગુલાબનું ફૂલ બની ગયો. વિદેશી એ જોઈને વિસ્મયમુગ્ધથઈ ઊઠ્યો. કવિરાજપૂછ્યું, હવે શું ઈચ્છો છો ?વિદેશીબોલ્યો, ચમેલીનું ફૂલ. બે-ચાર મિનિટ પસાર થઈ અને ચમેલીનું ફલ બની ગયું. સ્તબ્ધ વિદેશીએ કહ્યું, હવે રૂ જોઈએ છે. જોતજોતામાં તે ફૂલ રૂમાં બદલાઈ ગયું !
આ સઘળો પરિણમનનો ચમત્કાર છે. જ્યારે આ વિદ્યા આવડી જાય છે - કયા પ્રકારના પરમાણુઓનું સંયોજન કરવાથી કઈ વસ્તુ બની જાય છે – ત્યારે તે વસ્તુનું નિર્માણ કરવાનું મુશ્કેલ નથી રહેતું. અતિશય દેવકૃત હોઈ શકે છે. અથવા એમ પણ હોઈ શકે કે એક સિદ્ધયોગીની સિદ્ધિને વર્ધાપિત કરવા માટે આ પ્રકારનું પરિણમન થઈ જાય છે. જ્યાં જ્યાં સિદ્ધયોગી સર્વજ્ઞનાં ચરણ પડે છે ત્યાં ત્યાં પૃથ્વીના તમામ પદાર્થો ખીલી ઊઠે છે, વિકસ્વર બની રહે છે. યોગજ સિદ્ધિ દ્વારા પ્રાપ્ત થતી અનેક પ્રકારની વિભૂતિઓનો ઉલ્લેખ મહર્ષિ પંતજલીએ કર્યો છે. પાતંજલ યોગ દર્શનના વિભૂતિપાદમાં એ વિભૂતિઓનું વિશદ્ વર્ણન છે. જેમ જેમ વિભૂતિની પસંદગી થાય છે, તેમ તેમ પરમાણુ તે રૂપમાં પરિણત થઈ જાય છે.
એક ભક્ત ભોજનનું આયોજન કર્યું. એકસો માણસો નિમંત્રિત હતા. ભોજનમાં પધાર્યા એક હજાર માણસો. તે ગભરાઈ ગયો, હવે શું થશે ? તે ભક્તના ઘેર એક સંન્યાસી પધાર્યા હતા. ભક્ત સંન્યાસીનાં ચરણોમાં પડીને રડવા લાગ્યો. સંન્યાસી બોલ્યા, “શી વાત છે ? ગઈકાલે તો તું ખુશ દેખાતો હતો. આજે અચાનક ઉદાસ અને ગમગીન કેમ બની ગયો ?' ભક્ત રડતાં રડતાં પોતાની વ્યથા-કથા સંભળાવી, “મહારાજ ! મેં હલવો સો માણસો માટે બનાવ્યો છે અને પધાર્યા છે હજાર માણસો. હું તે બધાનું સ્વાગત શી રીતે કરી શકીશ? સંન્યાસીનું દિલ પીગળી ઊયું. સંન્યાસીએ કહ્યું, “તું શા માટે આટલી બધી RSS ફી , . .Hક કારણ પણ બes #ા ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org