________________
ચિંતા કરે છે ? ચાલ, હું આવું છું.” સંન્યાસી પોતે હલવાના વાસણ પાસે બેસી ગયા અને બોલ્યા, “તું હલવો કાઢતો જા. ભલે હજાર માણસો હોય કે પાંચ હજાર, હલવો ખતમ નહિ થાય.” એવું જ થયું. તમામ માણસોએ ભોજન કરી લીધું છતાં હલવો ખતમ ન થયો!
આ લબ્ધિનું નામ છે – અક્ષીણમહાનલબ્ધિ. ગૌતમ સ્વામીને આ લબ્ધિ પ્રાપ્ત હતી. ગૌતમ સ્વામીનો જે મંત્ર છે, તેમાં આ લબ્ધિ-સંપન્નતાનો સ્પષ્ટ ઉલ્લેખ છે : ૐ ણમો ભગવઓ ગોયમસ્ત સિદ્ધસ્મ બુદ્ધસ્ય અખ્ખીણમાનસમ્સ લદ્ધિસંપન્નસ્ય ભગવનભાસ્કર, મમ મનોવાંછિત કુરુ કુરુ સ્વાહા
આ લબ્ધિનું પરિણામ એ છે કે પાત્રમાં પડેલું થોડુંક જ ભોજન પણ સૌ કોઈ માટે પર્યાપ્ત બની જાય છે. એક સાધુ ભિક્ષા લેવા માટે ગયા. બે રોટલી લઈને આવ્યા, થોડુંક દૂધ લઈ આવ્યા. ગૌતમ સ્વામી આહાર માટે પધાર્યા. ચાર સાધુઓ બેસી ગયા. પેલી બે રોટલીઓ અને દૂધ સૌ માટે પર્યાપ્ત બની ગયું. ચાર સાધુ હોય કે ચાર હજાર, તે સૌ માટે એટલો આહાર પર્યાપ્ત થઈ જાત. બીજું કશું જ લાવવાની જરૂર ન પડત. એ વિચારવાની પણ અપેક્ષા નથી રહેતી કે આપણે આટલા બધા છીએ, તો આટલા ઓછા ભોજનથી શી રીતે ચાલશે ?
આ લબ્ધિની એ પારિણામિક શક્તિ છે, જેનાથી પુગલોનું પરિણમન થઈ જાય છે. આસન છત્ર – આ તમામ પરિણમન પણ સિદ્ધયોગીની સન્નિધિમાં સહજ બની જાય છે. ભગવાન જ્યાં બેસે છે ત્યાં પથ્થરની શીલા પણ સિંહાસન બની જાય છે. ત્યાના પરમાણુ છત્રનો આકાર ધારણ કરી લે છે. “આરામશોભા' જૈન સાહિત્યની ખૂબ જાણીતી કથા છે. કહેવામાં આવે છે કે તે જ્યાં જ્યાં જતી ત્યાં ત્યાં મનોરમ બગીચો તેની સાથે સાથે જતો. જ્યાં આરામશોભા જતી ત્યાં ઉદ્યાન પહોંચી જતો. આ પરિણમન પુદ્ગલોનું છે. પુદ્ગલ એટલા પરિણત થાય છે કે જેની કલ્પના જ કરી શકાતી નથી. જ્યારે ભીતરની શક્તિ જાગે છે, સંકલ્પની શક્તિ પ્રસ્ફટિત થાય છે ત્યારે બધું જ ઘટિત થાય છે. જેવો સંકલ્પ જાગે છે, તેવું પરિણમન થવા લાગે છે. તેથી એ આશ્ચર્યની વાત નથી કે જ્યારે ભગવાન ઋષભ ચાલતા ત્યારે તેમના પગ નીચે તમામ પરમાણુ સ્વર્ણ કમળના રૂપમાં પરિણત થઈ જતા. એ જાણીતી વાત છે કે જ્યારે તેરાપથના તૃતીય આચાર્ય ઋષિરાય વિહાર કરતા ત્યારે તું તેમને અનુકૂળ બની જતી. તેઓ ભંયકર ગરમીમાં પણ વિહાર કરતા ત્યારે આકાશમાં છત જેવું રચાઈ જતું, પરસેવો થતો નહિ. એવાં વાદળો છવાઈ જતાં કે જાણે ગરમી હતી જ નહિ ! મધ્યાહૂનનો સૂરજ વાદળોની પાછળ છુપાઈ જતો અને તેમનો વિહાર અત્યંત સુખદ બની રહતો. આવો અનુભવ મેં પણ અનેક વખત કર્યો છે. મધ્યાહુનનો વિહાર. લોકો કહેતા કે તડકો ખૂબ છે ગરમી ખૂબ છે. આપનો વિહાર શી રીતે ૧૨૬ ભક્તામર અંતસ્તલનો સ્પર્શ શકાય
કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org