________________
થશે? ગુરુદેવ કહેતા, “જે થશે તે જોયું જશે. વિહાર તો કરવો જ પડશે.” અમે સૌ યથા સમયે વિહાર કરતા. પાંચ સાત મિનિટ પણ વીતી ન હોય ત્યાં તો આકાશ વાદળોથી ઘેરાઈ જતું. તડકો દૂર થઈ જતો. આવું પરિણમન થાય છે. જો નિમિત્ત મળી જાય તો પુદ્ગલ પોતે પોતાનું પરિણમન બદલી લે છે.
હકીકતમાં આ તથ્ય ખૂબ રહસ્યપૂર્ણ છે. જે આ રહસ્યને જાણે છે તેના માટે કોઈ ખાસ આશ્ચર્યની વાત નથી, અપેક્ષા એ વાતની છે કે આપણે રહસ્યને જાણીએ. રહસ્યને એ જ જાણી શકે છે કે જે સ્વાધ્યાય કરે છે, ધ્યાન કરે છે.
એક રાજાને સ્વાધ્યાય કરવાનો ભારે શોખ હતો. તેનામાં એ રુચિ પ્રૌઢ અવસ્થામાં જાગી. એક દિવસ મંત્રી આવ્યા. તેમણે જોયું કે રાજેશ્વર આજકાલ ખૂબ સ્વાધ્યાય કરી રહ્યા છે. મંત્રીએ પૂછ્યું, “મહારાજ ! આપે ઘણું મોડું ક્યું હવે તો આપ દીવો જ બની શકશો.”
રાજાએ પૂછ્યું, “શી રીતે ?”
મંત્રીએ કહ્યું, “જે વ્યક્તિ યુવાવસ્થામાં સ્વાધ્યાય શરૂ કરે છે તે ઘડપણમાં સૂરજ બની જાય છે. જે વ્યક્તિ પ્રૌઢાવસ્થામાં સ્વાધ્યાય શરૂ કરે છે તે દીવો જ બને છે, સૂરજ બની શકતી નથી. મહારાજ ! આપ ભલે સૂરજ ન બનો, દીવો જ બનો, પરંતુ પ્રકાશ તો આપને અવશ્ય મળશે જ.”
જો આપણે સ્વાધ્યાય કરીએ, બહુશ્રુત બનવાની સાધના કરીએ, ધ્યાનનો અભ્યાસ કરીએ તો જ્ઞાનનો દિવ્ય આલોક ઉપલબ્ધ થઈ જશે. પછી કોઈ રહસ્ય નહિ રહે, કોઈ આશ્ચર્ય નહિ રહે. જેને આશ્ચર્ય કહેવામાં આવે છે, લબ્ધિ, ઋદ્ધિ અથવા યોગજ વિભૂતિ કહેવામાં આવે છે, તેમનું રહસ્ય સમજાઈ જશે. સ્તુતિકારે આ શ્લોકોમાં અતિશયનું વર્ણન અત્યંત ગરિમાપૂર્ણ રીતે કર્યું છે. તેનો અભ્યાસ કરીને આધ્યાત્મિક વિભૂતિ અને પરમેશ્વરી શક્તિ પ્રત્યે શીશ શ્રદ્ધાપૂર્વક આપોઆપ પ્રણત થઈ જાય છે.
માદક છ છે.
ભક્તામર અંતસ્તલનો સ્પર્શ : ૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org