________________
-
-
-
• :
* .
'.
૧૭. અતિશય : આંતરિક પરિવેશ
આચાર્ય માનતુંગ આદિનાથ ષભની સ્તુતિમાં એક ઘટના પછી બીજી ઘટનાનો ઉલ્લેખ કરતાં કરતાં તેમનું સિંહાવલોકન પણ કરી રહ્યા છે. આ કાવ્યમાં સિંહાવલોકન કરતાં કરતાં માનતંગે કહ્યું – જે સમવસરણમાં બિરાજીને આપ ધર્મોપદેશ કરી રહ્યા છો, તે સમવસરણમાં મેં આપની જે વિભૂતિ નિહાળી, તે વિભૂતિ અન્યત્ર જોવા મળી નથી. અશોકવૃક્ષ, દિવ્યછત્ર, દિવ્યધ્વનિ – આ વિભૂતિ “પરમાં ક્યાંય જોવા મળી નથી. પ્રસ્તુત સંદર્ભમાં “પર”નો અર્થ ખૂબ ગંભીર છે. “પર”નો અર્થ છે અવીતરાગ. અવીતરાગમાં આવી વિભૂતિ નથી હોતી. સાધકની બે શ્રેણીઓ બની જાય છે – વીતરાગ કક્ષાનો સાધક અને અવીતરાગ કક્ષાનો સાધક. જે વિભૂતિ વીતરાગમાં પ્રગટ થાય છે તે અવીતરાગમાં પ્રગટ થતી નથી.
મહર્ષિ પતંજલિએ કૈવલ્યપાદમાં સિદ્ધિનું વર્ણન કર્યું છે. કૈવલ્યપાદનું પ્રથમ સૂત્ર છે - “જન્મૌષધિયંત્રતપ: સમાધિજા: સિદ્ધયઃ” સિદ્ધનાં પાંચ કારણો છે : જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિ. કેટલીક વ્યક્તિઓને જન્મ સાથે જ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે. ઔષધ અને મંત્ર દ્વારા પણ કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. તપ અને સમાધિ વિશિષ્ટ સિદ્ધિઓનાં કારણ બને છે. તેનાથી વીતરાગતા આવે છે અને સહજભાવે વિભૂતિ પ્રગટ થઈ જાય છે. જ્યારે આવરણ, વિકાર અને અવરોધ એ ત્રણેય સમાપ્ત થાય છે ત્યારે વીતરાગતા પ્રગટ થાય છે. જ્યારે જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો ક્ષય થઈ જાય છે, મોહકર્મ અને અંતરાય કર્મનો ક્ષય થઈ જાય છે ત્યારે ન આવરણ રહે છે, ન વિકાર રહે છે અને ન તો અવરોધ રહે છે. સહજ સિદ્ધિ અને વિભૂતિ આ અવસ્થામાં અભિવ્યક્ત થાય છે. વીતરાગના પરિપાર્શ્વનું વાતાવરણ અલગ પ્રકારનું બની જાય છે. પરિપાર્શ્વના પરમાણુ પોતાનું પરિણમન બદલી નાખે છે. તેથી કહેવામાં આવ્યું કે વીતરાગ પાસે જશો ૧૨૮ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ મળી શકી નદી પર આ કારણ ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org