________________
oરૂ.
वक्त्रं क्व ते सुरनरोरगनेत्रहारि निःशेषर्निजितजगत्त्रितयोपमानम् ।
बिम्बं कलंकमलिनं क्व निशाकरस्य
यद् वासरे भवति पाण्डुपलाशकल्पम् ॥
ક્યાં દેવ, મનુષ્ય અને નાગકુમારોનાં નેત્રોનું હરણ કરનાર તમારું મુખ, જેની તુલના કરવા માટે જગતમાં કોઈ ઉપમા નથી અને ક્યાં ચંદ્રમાના કલંકથી મલિન બિંબ, જે દિવસમાં ઢાકના પીળા પાંદડા જેવો બની જાય છે.
૪.
सम्पूर्णमण्डलशशांककलाकलाप
शुभ्रा गुणास्त्रिभुवनं तव लंधयन्ति ।
ये संश्रितास्त्रजगदीश्वरनाथमेकं
कस्तान् निवारयति संचरतो यथेष्टम् ॥
હે ત્રણેય જગતના ઈશ્વર ! પૂર્ણિમાના ચંદ્રની કલાઓના સમૂહ સમાન ઉજ્જ્વળ ગુણ ત્રણેય લોકમાં વ્યાપિ રહ્યા છે. જે ગુણોએ વિશ્વના એક માત્ર ત્રાતાનો આશ્રય લીધો છે, તેમણે તેમને સ્વતંત્રતાપૂર્વક ભ્રમણ કરતાં કોણ રોકી શકે ?
3. चित्रं किमत्र यदि ते त्रिदशांगनाभि
नीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्तकालमरुता चलिताचलेन
किं मन्दराद्रिशिखरं चलितं कदाचित् ॥
જો દેવાંગનાઓએ તમારા મનને વિકારયુક્ત ન બનાવ્યું હોય તો એમાં આશ્ચર્યની શી વાત છે ? પર્વતને પ્રકંપિત કરનાર પ્રલયકાળના પવન થકી શું મેરુ પર્વતું શિખર ક્યારેય પ્રકંપિત થાય ખરું ?
Jain Education International
ભક્તામર ઃ અંતઃસ્તલનો સ્પર્શ – ૧૦૯
For Private & Personal Use Only
www.jainelibrary.org