________________
१६. निधूमवर्तिरपवर्जिततैलपूरः
___ कृत्स्नं जगत्त्रयमिदं प्रकटीकरोषि । મળ્યો ન નતુ માં વનિતા નાનાં,
____दीपोऽपरस्त्वमसि नाथ ! जगत्प्रकाशः ।। હે નાથ ! તમે જગતને પ્રકાશિત કરનાર અલૌકિક દીપક છો. દીપક તેલ અને વાટ દ્વારા પ્રજ્વલિત થાય છે અને તેમાંથી ધૂમાડો નીકળે છે. આ અલૌકિક દીપકને ન તો વાટની જરૂર છે કે ન તેલની. તે નિર્ધમ છે. દીપક સીમિત ક્ષેત્રને જ પ્રકાશિત કરે છે, તમે આ સમગ્ર જગતને પ્રકાશિત કરો છો.
દીપકને પવનની લહર બૂઝાવી નાખે છે, આ અલૌકિક દીપકને પર્વતને પ્રકંપિત કરી દેનાર પ્રલયવાત પણ બૂઝાવી શકતો નથી.
૨૭. नास्तं कदाचिदुपयासि न राहुगम्यः,
स्पष्टीकरोषि सहसा युगपज्जगन्ति । नाम्भोधरोदरनिरुद्धमहाप्रभावः
સૂર્યાતિશયિદિના િમુનીન્દ્ર! તો છે હે મુનીન્દ્ર ! ત્રણેય લોકમાં આપ સૂર્ય કરતાં પણ વિશેષ મહિમાવાળા છો. સૂર્યનો ઉદય થાય અને અસ્ત પણ થાય છે, આપનો જ્ઞાન-સૂર્ય ક્યારેય અસ્ત પામતો નથી. સૂર્ય રાહુનો ગ્રાસ બને છે, તમારો જ્ઞાન-સૂર્ય રાહુગ્રસ્ત બનતો નથી. સૂર્ય મર્યાદિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તમારો જ્ઞાન-સૂર્ય તત્કાળ એકસાથે ત્રણેય લોકને પ્રકાશિત કરે છે. સૂર્ય વાદળો પાછળ છુપાઈ જાય છે, તમારા જ્ઞાનસૂર્યનો મહાન પ્રભાવ ક્યારેય આચ્છન્ન થતો નથી.
૧૮૦ ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ
" " છે
. .
. .
. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org