________________
નિપ્રાણ જેવો બની જાય છે. જ્યારે કોઈક વખત દિવસે ચંદ્ર દેખાય છે ત્યારે કોઈ વૃક્ષના જીર્ણ પાંદડા જેવો લાગે છે. જ્યારે વૃક્ષનું પાંદડું પીળું પડી જાય છે ત્યારે તે પોતાની આભા ગુમાવી બેસે છે. દિવસે જ્યારે ચંદ્રદર્શન થાય છે ત્યારે તેમાં ન કોઈ ચમક હોય છે, ન કાંતિ હોય છે અને ન જ્યોન્ના હોય છે. રાત્રિનો દિવ્ય કાંતિસંપન્ન ચંદ્ર દિવસે પોતાની કાંતિ ગુમાવી બેસે છે.
માનતુંગ કહી રહ્યા છે કે એવા ચંદ્રમા સાથે હું આપની તુલના શી રીતે કરું? આપનું મુખમંડળ ચિહ્નરહિત છે. દિવસ અને રાતે એક સમાન ચમકનારું છે, શાંતિ આપનારું છે અને જ્યોજ્ઞા કરનારું છે. આપના મુખના આ સ્વરૂપની ચંદ્રમા સાથે તુલના કઈ રીતે શક્ય છે?માત્ર ચંદ્રમા સાથે જ નહિ, પરંતુ મુખ સાથે જોડાનારી કોઈપણ ઉપમા સાથે આપની તુલના થઈ શકે તેમ નથી. આ જગતમાં મુખ માટે જેટલી ઉપમાઓ પ્રયોજાય છે, તે તમામને આપે જીતી લીધી છે. તેથી અનુપમ છે આપનું મુખમંડળ. અનુપમ તે હોય છે કે જ્યાં ઉપમા કામમાં આવતી નથી. આ અનુપમ મુખ જ સૌના માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. આ શ્લોકમાં એ જ સત્ય પ્રતિબિંબિત થયું છે.
વન્ને ક્વ તે સુરનરોગનેત્રહારિ, નિઃશેષનિર્જાિતજગતત્રિતયોપમાન, બિમ્બ કલકમલિનં ક્વ નિશાકરસ્ય,
યદુવાસરે ભવતિ પાડ્ડપલાશકલ્પમ્ / મુખમંડળના મહિમાનું વર્ણન કરીને માનતુંગે ભીતરમાં પ્રવેશ કર્યો. શરીરનો કોઈપણ અવયવ હોય, તે આખરે શરીરનો જ ભાગ છે. શરીર શરીર છે, પૌદગલિક છે. આ શરીરની ગમે તેટલી વિશેષતાઓ બતાવવામાં આવે છતાં તે પુદ્ગલ સંરચનાની વિશિષ્ટતા છે. નખથી શીશ સુધીનો મહિમા ગાવામાં આવ્યો. તીર્થંકર અને ચક્રવર્તીની શરીરસંપદાની સ્તુતિ કરવામાં આવી. આમ કરવામાં આવતું રહ્યું છે, પરંતુ જ્યાં સુધી આત્મામાં પ્રવેશ ન થાય, ગુણો તરફ દૃષ્ટિ ન જાય ત્યાં સુધી ન તો મુખ્ય કામમાં આવશે, ન હાથ અને ન તો પગ કામમાં આવશે. આખરે આ બધામાં વિશેષતા કઈ છે ? કોઈ આધ્યાત્મિક અને ચિંતનશીલ વ્યક્તિને ગુણાત્મકતા તરફ ધ્યાન આપ્યા વગર કોઈ સંતોષ મળતો નથી. તેથી માનતુંગ હવે સંતોષની વાત કરી રહ્યા છે, ઋષભના ગુણોનું આખ્યાન કરી રહ્યા છે. આચાર્ય માનતુંગે ગુણોની વ્યાખ્યા પણ ખૂબ ઊંડાણમાં ઊતરીને કરી છે, પ્રભુ ! હું ક્યાં પણ જોઉં છું, જે કોઈ માણસને જોઉં છું તેમાં આપના જ ગુણ જોવા મળે છે. એમ લાગે છે કે જાણે આપના ગુણ સમગ્ર સંસારમાં પ્રસરી ગયા છે, ત્રણે જગતનું અતિક્રમણ કરી રહ્યા છે.
કાકા ) શા "( & T Collers we Song . ભક્તામર : અંતસ્તલનો સ્પર્શ . ૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org